અમરેલીમાં બે બળાત્કારીઓને અંતિમ શ્ર્વાસ સુધી કેદ

અમરેલી,
અમરેલીમાં અમરનાથ ઉર્ફે મીત નારણનાથ રાઠોડ મુળ ખુટવડા હાલ અમરેલી તેમજ કમલેશ માવજીભાઇ સરીયા રે.અમરેલીવાળાએ ગત તા.22-5-21નાં અમરેલીની બે સગીરાઓને સગીરવયની હોવાનું જાણવા છતા લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદ ઇરાદે ભગાડી ગયેલ અને વારંવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારેલ હોવાની અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ થતા ઉપરોક્ત કેસ અમરેલીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકાર તરફે પીપી જેબી રાજગોરની ધારદાર દલીલો તથા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઇ મેજીસ્ટ્રેટ વાય.એ.ભાવસારે આઇપીસી 376, 376 (2), 376 (2 એન), 377, 354, 354 (ક), 114 તેમજ પોક્સો એક્ટ મુજબનાં ગુનામાં બંને આરોપીઓને આજીવન કેદની સજાનો હુકમ કરી સમાજને એક ઉદાહરણ રૂપ ચુકાદો આપેલ છે. ઉપરોક્ત કેસમાં બંને આરોપીઓને રૂા.97-97 હજાર દંડની રકમ વળતર પેટે ભોગ બનનારને ચુકવવા કોર્ટે હુકમ કર્યો હતો.