અમરેલીમાં બોગસ દસ્તાવેજ દ્વારા છેતરપીંડી અંગે કાનુની કાર્યવાહી હાથ ધરાશે

અમરેલી,અમરેલી શહેરના સર્વાગી વિકાસ માટે કટીબધ એવા અમરેલી શહેર વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં છેલ્લા 50 વર્ષમાં જે વિકાસ કામો થયા નથી તેવા કામો 50 માસમાં થયેલ છે. જે ઉડીને આંખે વળગે તેવા છે. અને શહેરીજનો શહેર વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ પાલીકા દ્વારા થયેલા કામોને બિરદાવી રહયા છે. ત્યારે અંગત હિત ધરાવનારા હિતશત્રુઓ દ્વારા શહેર વિકાસ સમિતિ તથા સમિતિના અધ્યક્ષ પી.પી.સોજીત્રા સામે પાયા વિહોણા આક્ષેપો કરીને પોતાના નિમ્નકક્ષાના સંસ્કારોનું પ્રદર્શન કરેલ છે અને તેમની લેભાગુ વૃતી જાહેર કરેલ છે. તેમ અમરેલી પાલીકાના પ્રમુખ જયંતીભાઇ રાણવા, ઉપપ્રમુખ સકીલ અહેમદ સૈયદ તથા આરોગ્ય સમિતિના અધ્યક્ષ મૌલીકભાઇ ઉપાધ્યાયે અખબારી યાદીમાં જણાવાયુ છે. શહેરમાં ઉતમ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ રોડ-રસ્તા, પીવાનું પાણી, ગંદા પાણીના નિકાલ માટેની ગટવ વ્યવસ્થા, સ્ટ્રીટલાઇટ, મનોરંજન માટેના સ્થળ અને ખાસ કરીને શહેરીજનોના આરોગ્યની સુખાકારી માટે શહેર વિકાસ સમિતિ કટીબધ્ધ છે. તાજેતરમાં ડોર ટુ ડોર ઘનકચરા કલેકશન અને વોર્ડ સફાઇ કામગીરી નહી કરી હરીઓમ કંટ્રકશન એજન્સીના સંચાલક પ્રકાશ હરીભાઇ પરમાર અને તેના મોટાભાઇ શૈલેષ હરીભાઇ પરમારે હીન પ્રયાસ કર્યો હતો. પરંતુ શહેર વિકાસ સમિતિના અધ્યક્ષ પી.પી.સોજીત્રાની દિર્ધદ્રષ્ટિના કારણે તેમની કારી ફાવી ન હતી. અને પાલીકાને અડધા કરોડ રૂપીયાનું નુકશાન થતુ અટકયુ હતુ.
જે બાબતનું મનસુખ રાખીને આ બંને ભાઇઓએ શહેર વિકાસ સમિતિ અને તેમના અધ્યક્ષ પી.પી.સોજીત્રા સામે જે નિમ્નકક્ષાના આક્ષેપો કરેલ છે તેને અમરેલી શહેરના લોકો વતી વખોડી કાઢવામાં આવે છે. પાલીકાના ત્રણેય પદાધિકારીઓએ રોષ વ્યકત કરતા યાદીમાં વધ્ાુ જણાવેલ છે કે શહેર વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ શહેરમાં સીનીયર સીટીઝન પાર્ક, જય નાગનાથ પીક અપણ બસ સ્ટેન્ડ, વિશ્ર્વકર્મા ભવન, ચીતલ તેમજ વરસડા રોડ પર સાયકલ ટ્રેક તથા ચિલ્ડ્રન પાર્ક સમર્થ વ્યાયામ મંદિર ખાતે આધ્ાુનિક જીમ અને તાજેતરમાં જેશીંગપરા ખાતે શિવાજી ચોકનો પહોળો કરી અને ફરવાલાયક પાર્ક બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. આવા સમયે શહેરના વિકાસમાં રોળા નાખનારા હરીઓમ કંટ્રકશન એજન્સીના સંચાલક અને તેમના ભાઇએ નગરપાલીકામાંથી કામ કર્યા વિના નાણા પડાવી લેવા યેનકેન પ્રકારના પ્રયાસો ધીકારને પાત્ર છે. અખબારી યાદીના અંતમાં જણાવેલ છે કે હરીઓમ કંટ્રકશન એજન્સીના સંચાલક પ્રકાશભાઇ પરમારે અમરેલી નગરપાલીકાના લેટરપેડ અને સહી સિક્કાના બોગસ દસ્તાવેજો ઉભા કરી ગાંધીનગર સતા વિકાસ મંડળને બોગસ સર્ટીફીકેટ રજુ કરેલ છે. જે સબબ તેમની સામે ફોજદારી ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આકવનાર છે તેમ યાદીના અંતમાં જણાવ્યુ છે.