અમરેલીમાં બોગસ વીમા પોલીસીનું કૌભાંડ પકડતી પોલીસ

અમરેલી,
રાજુલામાંથી પોલીસ તંત્રએ વિમા કંપનીઓને ચુનો લગાવવાનું કૌભાંડ પકડી પાડયુ છે અને બનાવટી ડોક્યુમેન્ટ સાથે ડુંગરનાં ડોક્ટર સહિત ચાર શખ્સોને પોલીસે પકડી પાડી પ્રાથમિક તપાસ કરતા એક મરનાર વ્યક્તિના નામે વિમા પોલીસી મેળવી 40 લાખની વિમા પોલીસી અને બે કાર સહિત 16 લાખનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે રાજુલાનાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી એ.એમ. રાધનપરાએ રાજુલા પોલીસમાં હાલ ડુંગર રામજી મંદિર પાછળ રહેતા મુળ મઢડાતા.શિહોરનાં ડોક્ટરનું વ્યવસાય કરતા હનુભાઇ હમજીભાઇ પરમાર ઉ.વ.40 ડુંગરનાં ડેલાપા રોડમાં રહેતા અને લેબોરેટરી તથા વિમા એજન્ટનું કામ કરતા વનરાજ મધ્ાુભાઇ બલદાણીયા તથા ભાવનગરના કાળીયા બીડના અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતા ઉદયસિંહ રામસિંહ રાઠોડ અને આડોડીયા વાસ ભાવનગરનાં તિલકનગરમાં રહેતા જીતેશ હિંમતભાઇ પરમારને પોલીસે આધારકાર્ડ, પાનકાર્ડ, વિમા પોલીસીઓ, ચેક, પાસપોર્ટ સાઇઝના ફોટા તથા ચેકબુક પાસબુક, ડેબીટકાર્ડ, બે ગાડીઓ, 10 મોબાઇલ મળી રૂા.16 લાખ 8 હજારના મુદામાલ સાથે પકડી તપાસ કરતા ચોકાવનારી વિગતો બહાર આવી ફરિયાદમાં જણાવાયુ છે કે આ ચારેય શખ્સોએ જીંજાળા અંકુશભાઇ ભીખાભાઇ નામની મરણ પામેલ વ્યક્તિના નામે ખોટા ડોક્યુમેન્ટ બનાવી તે હયાત હોય તેવી રીતે તેની વિમા પોલીસીઓ મેળવી વિમા કંપનીઓને ખંખેરવાનું કાવતરૂ રચ્યુ હતુ અને આ બનાવટી ડોક્યુમેન્ટના આધારે અલગ અલગ વિમા કંપનીઓ પાસેથી 40 લાખની વિમા પોલીસીઓ મેળવી વિશ્ર્વાસઘાત અને છેતરપીંડી કરી હતી.
આ પ્રકરણમાં વધ્ાુ મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.