અમરેલી,
અમરેલીમાં બ્રોડગેજની કોઈ સુવિધા નથી સરકાર દ્વારા બ્રોડગેજ મંજુર થયા બાદ એક ભાગનું કામ ચિત્તલ સુધી થયુ અને ચિત્તલથી કામ બીજા ભાગમાં શરૂ થવાનું હતું પણ ટેકનીકલ કારણો કે પછી અન્ય કોય કારણો સર બીજા ભાગની કોય કાર્યવાહી ન થતા લોકોમાં ધીજર ખુટી જતા સોશીયલ મીડીયાના ગૃપ દ્વારા લોક જુવાળ ઉભો થયાની સાથે એક પ્લેટફોર્મ ઉપર આવી બીન રાજકીય રીતે મીશન બ્રોડગેજના નામે શહેરના રાજકમલ ચોક ખાતે લોકો સ્વયંભુ એકત્ર થયા બાદ ડો.જીવરાજ મહેતાની પ્રતીમાએ સુત્રોચાર સાથે રેલી સ્વરૂપે અમરેલી કલેકટર કચેરીએ જઈ બ્રોડગેજ પ્રશ્ર્ને કલેકટરને આવેદન પત્ર પાઠવ્યું ધારદાર રજુઆત કરવામાં આવી હતી.અમરેલીથી બ્રોડગેજ રેલ્વે આપવા માંગ કરી હતી જેમા અમરેલીની જોડતી ખીજડીયા, વીસાવદર, જુનાગઢ રૂટની કામગીરી શરૂ કરવા અને અમરેલી થી સુરત મુંબઈ ને જોડતી ટ્રેન સેવા શરૂ કરવા તથા જીલ્લાના ધારી ચલાલાને બ્રોડગેજ સાથે જોડવા અને વિસાવદર વેરાવળને જોડતી લાઈન માટે મંજુરી આપવા અને અમરેલીથી ત્રણ કી.મી. ડાયવર્ઝન આપી શેડુભારમાં અમરેલી પરા સ્ટેશન બનાવવા અને લાઈનો સાથે જોડવા મિશન બ્રોડગેજ દ્વારા જણાવાયું .