અમરેલીમાં ભગવાન શિવની વર્ણાંગી નીકળશે

અમરેલી,
અમરેલીમાં દર વર્ષે ભગવાન શિવની વર્ણાગી સાથે મહા શિવરાત્રી ઉજવાય છે તે મુજબ આ વખતે પણ મહા શિવરાત્રી નિમિતે તા.18-2-23 ના રોજ સનાતન ધર્મપ્રેમીઓ અને સમસ્ત હિંદુ પરિવાર દ્વારા શોભાયાત્રા યોજાશે જેમાં અમરેલીનાં શિવ મંદિરના પુજારીઓ દ્વારા બેઠકનું આયોજન કરેલ આ શોભાયાત્રા જીવન મુક્તેશ્ર્વર મંદિરથી નીકળી પરશુરામ મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, સુખનાથ મહાદેવ, નાગેશ્ર્વર મંદિર, ભીડ ભંજન મહાદેવ, ટાવર ચોક, મુળદાસબાપુની જગ્યા,ચોક થઇ સ્વયંભુ નાગ દેવતા મંદિર રાજમહેલ કમ્પાઉન્ડ ખાતે પુર્ણાહુતિ કરશે અને સાંજે 7-30 વાગ્યે મહા આરતી થશે. પુજારીઓ અને સંતો મહંતો ભક્તજનો માટે મહાપ્રસાદ સહિતનું વર્ણાગી કમિટી દ્વારા આયોજન