અમરેલીમાં ભરબજારે ટેઇલર ઉપર હુમલો અને ફાયરીંગ

  • બુલેટ ઉપર આવેલા ત્રણ શખ્સોએ કરેલ હુમલો
  • શહેરમાં ખળભળાટ : પોલીસ તંત્ર દોડી ગયું

 

અમરેલી શહેરમાં ધોળે દિવસે અને ભરબજારે ટેઇલર બીપીનભાઇ જેઠવા ઉપર હુમલો કરી ફાયરીંગ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે મળી રહેલી પ્રાથમિક વિગતો અનુસાર અમરેલીના રામજી મંદિર સામે લકકીના ખાંચામાં બીપીન ટેઇલર નામની દુકાન ચલાવતા બીપીનભાઇ જેઠવા ઉપર આજે સવારે 11 વાગ્યે બુલેટ ઉપર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ આવી ફાયરીંગ કરી હુમલો કર્યો હતો જેમા બીપીનભાઇને માથામાં ગંભીર ઇજાઓ થતા સીવીલમાં ખસેડાયા છેે જયારે આ બનાવની જાણ થતા ડીવાયએસપીશ્રી જગદીશસિંહ ભંડારી તથા સીટી પીઆઇ શ્રી જે.જે. ચૌધરી સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને નાસી છુટેલા આરોપીઓને પકડવા નાકાબંધી કરી દેવામાં આવી હતી આ બનાવ ગઇકાલે એસટી બસમાં જુનાગઢથી અમરેલી આવી રહેલા બીપીનભાઇએ બસનો ચાલક બસ સર્પાકારે ચલાવતો હોય બીપીનભાઇએ ઠપકો આપી 70 લોકોની જીંદગી જોખમમાં મુકાતી હોવાનુ જણાવી રજુઆત કરી હતી અને ચાલકે તેનુ નામ સરનામુ લીધુ હતુ તે મનદુખને કારણે આ હુમલો થયો હોવાનું ચર્ચાઇ રહયું છે.