અમરેલીમાં ભાગવત કથા નિમિતે નંદ મહોત્સવ ઉજવાયો

અમરેલી,
અમરેલી શહેરના લાઠી રોડ ઉપર પ્રમુખસ્વામી નગર સોસાયટીમા શ્રીમદ ભાગવત કથા નો તા. 6-5 શુક્રવારથી કથાના વકતા શાસ્ત્રી દિપેશભાઈ ડી. પંડયા અકાળાવાળા સંગીતમય શૈલીમા કથાનું રસપાન કરાવી રહયા છે. તા. 9-5 મંગળવારના કથામા વામન પ્રાગટય , રામ પ્રાગટય , કૃષ્ણ જન્મોત્સવ જેવા પ્રસંગોની ભાવપુર્ણ રીતે ઉજવણી કરવામા આવી હતી. કથામા ગજેન્દ્રમોક્ષની કથા શાસ્ત્રી દિપેશભાઈ પંડયાએ જણાવેલ કે તળાવમા મગરે હાથીનો પગ પકડતા ભગવાન વિષ્ણુને હાથીએ આર્તનાદ કર્યો હતો. અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી મગરનો વધ કરી હાથીને છોડાવ્યો હતો. આ કથા સંસારરૂપી સમુદ્રમાં જીવરૂપી હાથીને કાળરૂપી મગરે પકડી રાખ્યો હતો. અને હે જીવ આ સંસારરૂપી સાગરમા કાળરૂપી મગર કયારે આવશે તે નકકી નથી.માટે કાળ આવે તે પહેલા ઈશ્ર્વરને યાદ કરી લેજો શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે.કાળ નજીક આવવાનો થાય ત્યારે તે જીવના પહેલા પગ પકડે છે, કાન જાય , આંખો નબળી પડે તે તેની નિશાની છે. સમુદ્ર મંથનની કથામા દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યુ ત્યારે પહેલા વીષ નીકળ્યુ આ હળાહળ વીષને જો પૃથ્વી ઉપર મુકવામા આવે તો પૃથ્વીનો વિનાશ થઈ જાય.જેથી તમામ દેવતાઓએ મહાદેવને સ્તૃૃતિ કરી અને દેવોના કાર્યને સીધ્ધ કરવા શિવજીએ વિષને કંઠમા ધારણ કર્યુ એટલે નિલકંઠ કહેવાયા.ત્યારબાદ સમુદ્ર મંથનમા 14 રત્નોની પ્રાપ્તિ થઈ. અને મહાલક્ષ્મીજીનું પ્રાગટય થયું.આચરણ તમારું શુધ્ધ હશે તો આપોઆપ લક્ષ્મીજી તમારે ત્યાં આવશે. સમુદ્ર મંથન દરમ્યાન દૈત્યોના હાથમા અમૄતનો ઘડો આવતા મોહીની સ્વરૂપે ભગવાને અમૃતનો કુંભ લઈ દેવોને અમૃત પાન કરાવ્યું જેમા વચ્ચે લાઈનમા રાહુ અને કેતુ એ બેસી જઈ અમૃતપાન કર્યુ હતું.વામન ભગવાનના પ્રાગટયની કથામા વામન પણર વિરાટ બલીરાજા પાસે ત્રણ ડગલામા સર્વસ્વ લઈ લીધ્ાું અને બલીને પાતળમા ઉતારી દીધો . ભગવાને બલીને માંગવાનું કહયું ત્યારે બલીરાજાએ કહેલ કે ભગવાન હવે તમે દ્વારપાળ બનીને રહો.ત્યારબાદ લક્ષ્મીજી મુંજાયા કે હવે શું કરવું બલીરાજાએ લક્ષ્મીજીને બેન માનતા રક્ષાબંધને બલીરાજાને રાખડી બાંધી ત્યારે બલીરાજાએ કહયું બહેન માંગ ત્યારે દ્વારપાળ તરીકે રહેલ ભગવાનને મુકત કરવાનું જણાવ્યું. ધર્મના કાર્ય માટે દાન અપાતું હોય ત્યાં આડો પગ ન કરવો નહી તો શુક્રાચાર્ય જેવી હાલત થશે. રામ કથામા કેવટનો પ્રસંગ વિસ્તૃત રજુ કરેલ ત્યારબાદ દેવકીના આઠમા સંતાન ભગવાન શ્રીકૃષ્ણની પ્રાગટય કથા રજુ કરી હતી. અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામા આવી હતી. આ કથામા ડો. સ્નેહલભાઈ પંડયા, ડો. નિશાબેન પંડયા, જીલ્લા સંઘના ચેરમેન મનિષભાઈ સંઘાણી, તુલસીશ્યામ જગ્યાના મહંત પણ ઉપસ્તિ રહયાનું આયોજક શહેર ભાજપ મહામંત્રી ભરતભાઈ મકવાણાની યાદીમા જણાવાયું છે.