અમરેલી,
ભારતીય જનતાપાર્ટી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નેન્દ્રભાઈ મોદીની સરકારના નવ વર્ષ પૂર્ણ થવા નિમિતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ નેતૃત્વ ની સૂચનાથી અમરેલી જિલ્લા ભાજપ દ્વારા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત તા. 25 થી 30 જૂન સુધી ઘરઘર સંપર્ક અભિયાન ચલાવવામાં આવનાર છે . જેમાં દરેક બુથ સુધી અલ્પકાલીન વિસ્તારકો બુથ સ્તરે જઇ અને પત્રિકા ઓ આપશે તેમજ સ્ટીકર લગાડશે તથા બુથ સ્તરે બેઠકો કરશે અને લાભાર્થીઓ ને મળશે આ કામની કાર્યશાળા આજ રોજ દાદા ભગવાન મંદિર અમરેલી મુકામે ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનાં બલીદાન દિવસ નિમિતે પુષ્પાંજલિ દ્રારા આ કાર્યક્રમની શરૂઆત થયેલ અને ત્યાર બાદ અમરેલી વિધાનસભાની વર્ચ્યુઅલ કાર્યશાળા યોજાઈ માર્ગદર્શન મેળવેલ. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા 182 વિધાનસભા વિસ્તારમાં એક સાથે લાઇવ ટુ વે વર્ચ્યુઅલ માર્ગદર્શન સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તથા વિનોદભાઈ ચાવડા દ્વારા અપાયેલ હતું. આ કાર્યક્રમ માં ઇફ્કો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી , ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા , વિધાનસભા વિસ્તારક દિગવિજયસિંહ ગોહિલ , જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ ધોરાજીયા , પ્રદેશ મહિલા મોરચાના મંત્રી ભાવનાબેન ગોંડલિયા , જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જલ્પેશભાઈ મોવલિયા , અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા , અમરેલી તાલુકા ભાજપ ના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા , મહામંત્રી કાળુભાઇ વાળા , અમરેલી શહેર ભાજપ મહામંત્રી રાજેશભાઈ માંગરોલીયા , ભરતભાઈ મકવાણા , કુંકાવાવ તાલુકા ભાજપ પ્રુમુખ ગોપાલભાઈ અંટાળા , મહામંત્રી શૈલેષભાઈ ઠુમ્મર , રમેશભાઈ સાકરીયા વગેરે હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.