અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના નેતાની ચાય પે ચર્ચા

અમરેલી,
વધુ એક વખત અમરેલી રાજકીય ક્ષેત્ર માટે પ્રેરણારૂપ બન્યું છે.અને અહીં ચુંટણી પ્રચારના અતિંમ દિવસે અદભૂત રાજકીય દ્રશ્યો જોવા મળ્યા હતા લોક સંપર્ક માટે નીકળેલા કોંગ્રેસના ઉમેદવાર શ્રી પરેશ ધાનાણી તેમના લઘુબંધુ શ્રી શરદ ધાનાણી સાથે અચાનક જ ભાજપ કાર્યાલયે પહોંચ્યા હતા તે અહીં ચા પીવા માટે પહોંચ્યા હોવાનું તેના વિડીયોમાં સંભળાય છે.ભાજપ કાર્યાલયે ભાજપના મોવડીઓ શ્રી પરશોતમ રૂપાલા, શ્રી દિલીપ સંઘાણી અને શ્રી ગોરધન ઝડફિયાએ શ્રી પરેશ ધાનાણીને આવકાર્યા હતા અને સૌએ સાથે ચા પીધી હતી શ્રી પરેશ ધાનાણીની ભાજપ કાર્યાલયે એન્ટ્રીથી ઘડીભર તો અટકળોનું વાવાઝોડુ ફુંકાયુ હતુ પણ શ્રી પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશિર્વાદ મેળવી ભાજપના કાર્યાલયમાં રહેતા અને દીલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશિર્વાદ આપશે તેમ જણાવ્યુ હતુ. ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે તંદુરસ્ત રાજકારણ અમરેલીમાં દેખાયું હતુ રાજકીય દાવપેચ ભુલી સૌ હળવાશમાં નજરે પડયા હતા.