અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામતો પાલિકાનો જંગ

  • અમરેલીની ગાયકવાડ સમયની સુધરાઇનો જંગ હવે ચરમસીમાએ પહોંચશે : મતદાન આડે માત્ર ચાર દિવસ બાકી

અમરેલી,
અમરેલી શહેરની ગાયકવાડ સરકાર સમયની 100 વર્ષની થવા જઇ રહેલી સુધરાઇનો જંગ હવે ચરમસીમાએ પહોંચશે 28મી એ થનાર મતદાન આડે માત્ર ચાર દિવસ બાકી રહયા છે ત્યારે અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પાલિકાનો જંગ જામી રહયો છે અને તેમાં નોંધ પાત્ર રીતે 23 જેટલા આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં છે.
ઓછામાં ઓછા છેલ્લા 20 વર્ષથી અમરેલી નગરપાલિકાની એ ખાસીયત રહી છે કે અમરેલી નગર પાલિકાની સતાના સુત્રો જેના હાથમાં રહયા છે તે રાજકીય આગેવાનોએ પોતાની ધારાસભા કે સંસદની ચુંટણીમાં રાજકીય રીતે મોટી નુકસાની ચુકવવાનો વખત આવ્યો છે અમરેલી શહેર તેમની સામુ ચાલ્યુ છે રાજ્યની એ ગ્રેડની અમરેલી પાલિકામાં ભાજપ અને કોંગ્રેસના 44/44, આપના 23,એનસીપીના 12, વીપીપીના 4 અને બે અપક્ષ ઉમેદવારો મળી કુલ 129 મુરતીયા મેદાનમાં છે.