અમરેલી,
અમરેલી જિલ્લામાં સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓ એટલે કે પાલીકાઓ, જિલ્લા પંચાયત તથા જિલ્લાની 11 તાલુકા પંચાયતોમાં હોદેદારોનો રોટેશન પુરો થતા પ્રથમ ટર્મ પુરી થાય છે ત્યારે બીજી ટર્મમાં રોટેશન મુજબ પ્રમુખ ઉપપ્રમુખોની વરણી કરવા ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા થયેલા આયોજન મુજબ આજે પ્રદેશ ભાજપના નિરીક્ષકો સર્વ શ્રી મહેન્દ્રસિંહ સરવેૈયા, આરતીબેન જોષી, હસમુખભાઇ હિંડોચાએ અમરેલી જિલ્લા ભાજપ કાર્યલય ખાતે કાર્યકરો અને આગેવાનો તથા ચુંટાયેલા પ્રતિનિધિઓના સેન્સ લઇ રજુઆતો સાંભળી હતી હજુ આવતીકાલે પણ સેન્સ પ્રક્રિયા શરૂ રહેશે બંને દિવસની સેન્સ પ્રક્રિયાના અંતે ફાઇનલ રીપોર્ટ તેૈયાર કરાશે બાદમાં પ્રમુખ ઉપપ્રમુખોની વરણી કરાશે આજે પ્રદેશ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કોૈશીકભાઇ વેકરીયા, શ્રી જેવી કાકડીયા, શ્રી જનકભાઇ તળાવીયા સહિત તમામ ધારાસભ્યો અને ગત ટર્મના જિલ્લા તાલુકા પંચાયતો પાલીકાના હોદેદારો ઉપસ્થિત રહયા .