અમરેલીમાં ભુગર્ભમાં વિજ વાયર નાખવાનું વેગ પકડતુ કામ

  • જયાં મોતના માંડવા જેવા વીજપોલ અને જીવતા વીજળીના દોરડાઓ ઝળુંબતા હતા તેવા શહેરની કાયાપલટ
    શરૂ
  • પીજીવીસીએલના ઇજનેર શ્રી મહેશ કાલાણીની ટીમ દ્વારા શહેરના સરદાર ચોકમાં બીછાવાયેલા મોતના માંડવા જેવા જોખમી વિજળીના વાયરોને હટાવી લેવામાં આવ્યા
  • કેરીયારોડ ઉપર પણ નડતરરુપ વીજપોલ કાઢી નખાયો : શહેરમાં હવે વિજળીના વાયરોને અંડરગ્રાઉન્ડ કરવાની પ્રક્રિયા વેગમાં : શ્રી કાલાણીની ટીમ દ્વારા અથાક પ્રયાસો શરૂ

અમરેલી,અમરેલી શહેરમાં આકાશમાં લબડતા અને વાહનો પસાર થાય ત્યારે અકસ્માતનો ભય સર્જતા જોખમી વિજળીના વાયરોને અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરીએ વેગ પકડયો છે અમરેલી પીજીવીસીએલના યુવાન ઇજનેર શ્રી મહેશ કાલાણી, શ્રી જી.પી. ગણાવા, મનસુખભાઇ કણજારીયા, નિલેશભાઇ પટેલ, કિરીટભાઇ ચૌહાણ, શેખભાઇ, સેજુભાઇ, કાવઠીયાભાઇ, માધડભાઇ, રાઠોડભાઇ, ચૌધરીભાઇ તથા કોન્ટ્રાકટરના સ્ટાફ દ્વારા દર ગુરવારે આ કામગીરી કરાઇ રહી છે.
અમરેલી શહેર માં પીજીવીસીએલ દ્વારા ગુરુવાર ના દિવસે અલગ અલગ વિસ્તારમાં કામગીરી અવિરતપણે કરવામાં આવતી હોય આજ રોજ સરદાર ચોક માં ચોક ની વચ્ચે થી પસાર થતા અને મોતના માંડવાની જેમ લબડતા વાયરો દૂર કરીને ચોક એકદમ પીજીવીસીએલ દ્વારા ચોખ્ખો કરી દેવામાં આવેલ હતો અને આમ શહેર ની સુંદરતા માં પણ વધારો કરવામાં આવેલ છે.
તેના કારણે પતંગ દોરો કે કોઈ અકસ્માત નો ભય પણ દૂર થઈ ગયેલ છે અને ચોક ની સુંદરતામાં પણ વધારો થયેલ છે આ ઉપરાંત કેરિયા રોડ ના ભોજલપરા ના ખૂણા ઉપર વર્ષો થી ઊભેલા પોલ કે જ્યાંથી રોજના ઘણા વાહનો પસાર થતા હોય અકસ્માત ના થાય તે ના ભાગ રૂપે આ પોલ દૂર કરીને રસ્તો પહોળો થતા ત્યાંના રહીશો માં તથા રોજ પસાર થતા હોય વાહન ચાલકોમાં ખુશી વ્યાપેલ છે.
પીજીવીસીએલ ના નાયબ ઈજનેર શ્રી મહેશ કાલાણી દ્વારા સતત માથે રહી ને કામગીરી કરાવેલ હોય ત્યાંના રહીશો દ્વારા તેમને અને પીજીવીસીએલ દ્વારા તકેદારી રાખી સુંદર કામગીરી કરવા બદલ બિરદાવવામાં આવ્યા હતા.