અમરેલીમાં ભુગર્ભ ગટર કોન્ટ્રાન્કટ બેઇઝ ઉપર છે તો પાલિકા વેરો શા માટે વસુલશે ? : શ્રી પીન્ટુ કુરૂન્દલે

  • નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર માટે ઝીંકાયેલા 1200 રૂપીયાના નવા વેરા સામે શહેર ભાજપ મહામંત્રી મેદાનમાં
  • અમરેલીને રેઢુ ખેતર સમજી પાલિકા દ્વારા ઝીંકાયેલા મનસ્વી નવા વેરા સામે સૌ ચુપ છે ત્યારે અમરેલીની દોઢ લાખની જનતામાં એક મરદનો દિકરો જાગ્યો : નગરપાલિકા સામે આંદોલનની ચેતવણી

અમરેલી,
નગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટર માટે ઝીંકાયેલા 1200 રૂપીયાના નવા વેરા સામે શહેરભરમાં નાગરીકો ચુપ છે તેવા સમયે શહેર ભાજપ મહામંત્રી આ મનસ્વી વેરા સામે મેદાનમાં આવ્યા છે અમરેલી શહેર ભાજપના મહામંત્રી શ્રી પીન્ટુ કુરૂન્દલે એ જણાવ્યુ છે કે અમરેલીમાં ભુગર્ભ ગટર કોન્ટ્રાન્કટ બેઇઝ ઉપર છે તો તેમાં પાલિકા વેરો શા માટે વસુલશે ? તેના ઠરાવનો અભ્યાસ કરી શ્રી કુરૂન્દલે એ જણાવ્યુ છે કે કોરોનાનાં કપરા સમયમાં લોકો ઘર માંડ ચલાવે છે ત્યારે અમરેલી નગરપાલિકા દ્વારા તુઘલખી શાસનની યાદ અપાવી હોય તેમ લોકોને મદદ કરવાને બદલે ઉલટાના જનતાને નીચોવી લેવા માટે કારસો ઘડાયો છે સરકાર કોરોનાના સમયે નાગરીકોને મદદ કરી સહાય કરી રહી છે ત્યાારે અમરેલીમાં નગરપાલિકા દ્વારા ઉલટાનો ડામ દેવામાં આવી રહયો છે તે ચલાવી નહી લેવાય નગરપાલિકા આ ઠરાવ રદ કરે નહીતર આ માટે આંદોલનથી માંડી તમામ પ્રકારના પગલાઓ હું લઇશ.
અમરેલીને રેઢુ ખેતર સમજી પાલિકા દ્વારા ઝીંકાયેલા મનસ્વી નવા વેરા સામે અમરેલી શહેરમાં સૌ નગરજનો ચુપ છે અને કોઇ વિરોધ નથી કરી રહયુ ત્યારે અમરેલીની દોઢ લાખની જનતામાં એક મરદનો દિકરો જાગ્યો છે અને હવે જોઇએ કે તેને લોકો મદદ કરે છે કે કેમ ?.