અમરેલીમાં ભૂગર્ભ ગટરના કારણે રસ્તા બંધ

  • રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન

અમરેલી,
અમરેલીમાં જ્યારે વરસાદ વરસ્યો ત્યારે ગટરના ઢાંકણા માંથી પાણી નીકળ્યું અને તેના એન્જીનીયર ના કહેવા પ્રમાણે કે પાઇપની સાઈઝ કરતા પાણી ની આવક વધારે હોવા થી પાણી બહાર નીકળ્યું અને બીજી તરફ જોય તો ગટરની નબળી કામગીરીના હિસાબે અનેક જગ્યાએ ગટરો માંથી પાણી આગળ નીકળતું નથી અને નગરપાલિકા દ્વારા હેલ્પલાઈન નંબર માં ફરિયાદ લખવીએ તો 6 મહિના સુધી કોઈ ફરિયાદ સાંભળતું નથી અને ફરિયાદ લખવીએ તો ફકત લખવામાં માં આવે છે નિકાલ કરવામાં આવતો નથી સંધિ સોસાયટીમાં જ્યારે થી ગટર બની ત્યાર થી આજ દિન સુધી અનેક વાર ફરિયાદ કરવામાં આવી પણ તેનો નિકાલ કરવામાં આવતો નહીં તસ્વીર માં દેખાય તે મિનિકસ્બા વિસ્તાર નો જાહેર રસ્તો છે ત્યાં 8 દિવસ થી પાસે પાસે બે ચેમ્બર તૂટેલ હોઈ ત્યાં નો રસ્તો બન્ધ હોઈ એન્જીનીયર કોન્ટ્રાક્ટર કૃતકભાઈ ને અનેક ફોન કરવામાં આવ્યા પણ બે ચેમ્બર ના ઢાંકણા ના બદલ્યા ત્યાંના લોકો ફરિયાદ કરે કોને તે જવાબ માંગી રહ્યા છે આ ફરિયાદ સામજિક કાર્યકર જાવેદખાન પઠાણ દ્વારા અનેક વાર ફરિયાદ કરેલ છે અને જો તેનો નિકાલ નહીં આવે તો આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જણાવેલ છે.