અમરેલી,રાત્રે અગિયારેક વાગ્યાના અરસામાં લોકોના ઘેર “સાહેબ ટારગેટ પુરો નથી થયો થોડી વસ્તુ ખરીદોને…’ કહીને દરવાજા ખટખટાવતા સેલ્સમેન યુવક-યુવતીને કારણે લોકો પરેશાન થઇ ગયા છે અને આ ખરેખર સેલ્સમેન જ છે કે પછી બીજુ કોઇ છે તેની ચર્ચા જાગી છે કારણ કે સેલ્સમેનને નોકરીના કલાકો હોય છે અને સાંજથી જ સેલ્સમેનશીપ બંધ થઇ જતી હોય છે ત્યારે મોડીરાત્રે સેલ્સમેન કેમ હોઇ શકે તે સવાલે સૌને વિચારતા કરી મુકયા છે અમરેલી શહેરના ચિતલ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં છેલ્લા બે દિવસથી મોડીરાત્રે યુવક અને યુવતી ગમે તેના દરવાજા ખટખટાવે છે પણ હકીકતમાં આટલી મોડીરાત્રે કંપનીઓના સેલ્સમેન ન હોય તેવી શકયતા હોય જો લોકોના ઘેર મોડીરાત્રે આવે તો તેનું ગમે તે પરિણામ આવી શકે તેમ હોય આવા અજાણ્યા લોકો તમારો દરવાજો ખખડાવે તો પોલીસને જાણ કરવી હીતાવહ છે.