અમરેલીમાં મહાત્મા મુળદાસની જગ્યામાં ધમધમતુ રસોડુ

અમરેલી,અમરેલીમાં સંત મહાત્મા મુળદાસજીની જગ્યામાં 20-1-2013થી દર રવીવારે શ્રીરામ યુવા સંગઠન દ્વારા લોકોના સહયોગથી અને મહાત્માજીના આર્શિવાદથી ખીચડી કઢીનો પ્રસાદ લોકોને અપાતો હતો પણ લોકડાઉન થતા અહી રોજે રોજ બન્ને ટાઇમ લોકોને ભોજન બનાવીને પહોંચાડાઇ રહયું છે હાલ બન્ને સમય દરમિયાન દોઢ હજારથી વધારે લોકોને પ્રસાદ ઘેર ઘેર પહોંચાડાય છે.
મહાત્મા મુળદાસજીની જગ્યાના પુજારી શ્રી રાજુભાઇ દેસાણીની પ્રેરણાથી આ કાર્ય વધારે મોટુ થઇ રહયું છે. અમરેલી શહેરમાં કોરોના મહામારીમાંલોકડાઉન દરમિયાન શહેરમાં ગરીબ અને શ્રમિક લોકો ભુખ્યા ન રહે તે માટે રસોઇ બનાવીને જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે. જે.પી.સોજીત્રા, ભાવીનભાઇ સોજીત્રાનો મુખ્ય સહયોગ સાંપડેલ છે. આજે આ રસોડાની મુલાકાતે જે.પી.સોજીત્રા, પી.પી.સોજીત્રા, યોગેશભાઇ ગણાત્રા, ભાવેશભાઇ ભટ્ટ સહિત ઉપસ્થિત રહયા હતા. ગરીબ માણસોને સામુદ્રી મંદિર, પંચદેવ મંદિર કોળીવાડ, અમૃતનગર, કપોળ મહાજનવાડીના ડેલા પાસે, લીલીયા રોડ હીરામોતી ચોક, ભરવાડ વાડા ખોડીયાર મંદિર, વેલનાથ મંદિર, ચોરાપા મંદિર સહિત જુદા જુદા વિસ્તારોમાં બે મારૂતી વાન અને ઇકો કારમાં રસોઇ તૈયાર કરેલી. લઇ જઇ ભુખ્યાઓને શ્રીરામ યુવા સંગઠન દ્વારા અવિરત સેવા પુરી પાડવામાં આવી રહી છે.