અમરેલીમાં મહિલા ઉજ્વળ ભવિષ્ય આશ્રય ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી.નો પ્રારંભ

અમરેલી,અમરેલીમાં મહિલા ઉજ્વળ ભવિષ્ય આશ્રય ઇન્ડસ્ટ્રીઝ (એમયુબીએઆઇપ્રા.લી.) નો સ્વામીનારાયણ મંદિરના પુ. લીલાબેનના આશીર્વાદથી પ્રારંભ થયો છે શિતલ કુલ પ્રોડકટ લી. અમરેલીના રાહબર શ્રી દકુદાદા ભુવા તેમજ શ્રી શાંતાબા ભુવાના વરદ હસ્તે 100 ટકા મહિલા સંચાલીત મુ.બા.ઇ. (મહિલા ઉજ્વળ ભવિષ્ય આશ્રય ઇન્ડસ્ટ્રીઝ) નું પુ. શ્રી. લીલાબેનના આશીર્વાદથી શુભારંભ કરાયો હતો 1987 માં દિવ્યદ્રષ્ટા શ્રી દકુભાઇ ભુવાએ બેરોજગાર બહેનોને રોજગારી મળવાની સાથે સાથે સમાજમાં માન ભર્યુ સ્થાન મળે એવુ સ્વપ્ન સેવેલુ તેમના સુપુત્રો અને પૌત્રના કટોર પરિશ્રમના ભોગે આજે ફોર ધી વુમન બાય ધી વુમન એન્ડ ઓફ ધી વુમન સુત્રને સાર્થક કરતા પ્રોજેક્ટ એમ.યુ.બી.આઇ. પ્રા.લી. નામની નવી કંપનીને સફળતા પુર્વક લોન્ચ કરી દિવ્ય સ્વપ્ન સાર્થક કર્યુ હતુ એમયુબીએઆઇ પ્રા. લી. કંપનીએ બે કેટેગરીના સ્પાઇસીઝ જેમાં પ્યુરસ્પાઇસ અને બ્લેન્ડેડ સ્પાઇસનું મેન્યુફેક્ચરીંગ શરૂ કરેલ છે. પ્યોર સ્પેસીસમાં રેડ ચીલી પાઉડર, ટર્મરીક (હલ્દી) પાઉડર, કોરીએન્ડર કયુપિન પાઉડર, (ધાણાજીરૂ) પાઉડર, અને બ્લેન્ડેડ સ્પાઇસીસમાં પાઉભાજી મસાલા, વેજ પુલાવ, મસાલા, છોલે, મસાલા, પાનીપુરી મસાલા, ચાનો મસાલો, સ્પેશ્યલ ગરમ મસાલો, સબ્જી મસાલા, ચાટ મસાલા, સાંભાર મસાલા, કીચન કીંગ મસાલા, મીટ મસાલા, ચીકન મસાલા વગેરેનો સમાવેશ થાય છે.