અમરેલીમાં માલધારી સમાજે રેલી યોજી આવેદન પાઠવ્યું

અમરેલી,
અમરેલી જિલ્લાના માલધારી પશુપાલકો પશુપાલનથી ગુજરાન ચલાવે છે તેથી ગુજરાતમાં શહેરી ઢોર નિયંત્રણ કાયદો સંપુર્ણ નાબુદ કરવા ગીરબરડાના 17551 કુટુંબોેને એસટીનો દરજજો આપવા અને માલધારી ગોૈપાલક મંડળીઓને મતનો અધિકાર રદ થયો છે તે પુન: સ્થાપીત કરવા અને ગુજરાત સરકારના 100 પશુઓએ 40 હેકટર ગોૈચર નિયત કરવા અને દબાણો દુર કરવા તથા નંદી હોસ્ટેલ વસાહત પુન: સ્થાપીત કરવા શહેરી વિસ્તારમાં ગેરકાયદેે દંડ લઇ પશુ છોડવા તેમજ માલધારીઓના વાડાઓના ભોગવતા કાયદેસર કરવા તથા માલધારી મંડળીઓને જમીનો મળી છે અને મંડળીઓ ફડચામાં કાઢી છે તે પાછી આપવી અને પશુપાલન વ્યવસાય ખેતી આધારીત હોવાથી માલધારીને ખેડુત ગણવા તથા સહકારી ક્ષેત્રમાં 27 ટકા અનામત આપવા માંગણી સાથે તા.21/9/22 ના રોજ દુધ, દહિં, છાસ તમામ પ્રકારનું વેચાણ બંધ કરેલ તેમજ આજે સોમનાથ મહાદેવ મંદિરથી માલધારી સમાજ દ્વારા વિશાળ રેલી કાઢીને કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરી છે તે મુજબ આજે તમામ પશુપાલકો માલધારીઓ દુધ દહીં છાશ સહિતનું વેચાણ બંધ કર્યુ હતું તેમ છતા પણ માંગ સ્વીકારવામાં નહિં આવે તો ગાંધી ચિંધ્યા માર્ર્ગે આંદોલન કરવા ફરજ પડશે તેમ સંયુકત યાદીમાં ચિમકી આપી છે.
સાવરકુંડલા શહેરમાં સાવ2કુંડલા શહેર અને તાલુકાના સમસ્તમાલધારી સમાજ દ્વારા રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી તેમની વિવિધ અગીયાર માંગોના ઉકેલ માટે સાવરકુંડલા મામલતદારશ્રીને આવેદ ન પાઠવવામાં આવ્યુંહતું. આતકે બહોળી સંખ્યામાં માલધારી સમાજઆ રેલીમાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરવા માટે જોડાયા હતા.
માલધારી સમાજ દ્વારા 21.9.22 ના ગુજરાત બાંધના આપેલ એલાન મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય તેમ માલધારી સનજ ની હોટલો દુકાનો બંધ રહેવા પામેલ બંધ ના એલાનને હીરાના કારખાના અમુક વેપારીઓએ બંધને ટેકો આપતા હીરાના અમુક કારખાનાઓ અને અમૂક દુકાનદારો એ પોતપોતાના ધંધા રોજગાર બંધ રાખી બંધ ના એલાનને ટેકો આપેલ