અમરેલીમાં મીની વાવાઝોડું ફુંકાયું : પોણા બે ઇંચ વરસાદ

અમરેલી, અમરેલી શહેરમાં દિવસભર ભારે ઉકળાટનાં અંતે બપોર બાદ ચાર વાગ્યે અચાનક વાતાવરણ પલટાતા પ્રથમ ધ્ાુડની ડમરીઓ ઉડ્યા બાદ પવન ફુંકાયો હતો. અને થોડા સમયમાંજ વરસાદ શરૂ થતાં પોણા બે ઇંચ જેવો વરસાદ પડી ગયો હતો. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.