અમરેલીમાં મીશન બ્રોડગેજ દ્વારા સોમવારે ઘંટારવ

અમરેલી,
દેશમાં બુલેટ ટ્રેનના જમાનામાં હજુ સુધી બ્રોડગ્ોજ લાઈન માટે વલખા મારતા અમરેલી શહેરના પ્રજાજનો દ્વારા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં ઘંટારવ કરીન્ો સ્ાૂત્ોલા તંત્રન્ો જગાડવા માટેનો અનોખો કાર્યક્રમ આપવામાં આવશે.અમરેલી જિલ્લામાં રાજુલા, સાવરકુંડલા, લીલીયા સહિતના તાલુકા મથકો અન્ો નજીકમાં ચિત્તલ તથા ખીજડીયા જેવા ગામડાઓમાં પણ બ્રોડગ્ોજ લાઈન છે પરંતુ જિલ્લા મથક અમરેલીમાં હજુ પણ બ્રોડગ્ોજ લાઈન આવી નથી. આ કારણે જિલ્લામાં લાંબા અંતરની કન્ોક્ટીવીટીના અભાવે જિલ્લાનો વિકાસ રુંધાયો છે. હાલમાં બુલેટ ટ્રેનનો જમાનો છે અન્ો 3પ કરતા વધુ વર્ષથી અમરેલીના લોકો બ્રોડગ્ોજ લાઈન મળે ત્ો માટે લડત ચલાવતા હોવા છતા પણ હજુ સુધી ત્ો નસીબ થતી જ નથી.આથી અમરેલીમાં શરુ કરવામાં આવેલા મિશન બ્રોડગ્ોજ અભિયાન દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગ્ો અનોખી રીત્ો બ્રોડગ્ોજના મુદ્દે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે.આ માટે આગામી તા. ર1ના શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરેલી શહેર ત્ોમજ આસપાસના વિસ્તારના લોકો સાંજના પ:4પ વાગ્યે નાગનાથ મહાદેવ મંદિરના દરવાજા પાસ્ો એકઠા થશે અન્ો જાહેરમાં ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં સામૂહિક રીત્ો એક સાથે ઘંટારવ કરવામાં આવશે અન્ો થાળીઓ પણ વગાડશે અન્ો બ્રોડગ્ોજ આપવા મુદ્દે વર્ષોથી લડત આપવા છતા કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા વહીવટી તંત્રન્ો જગાડવા માટેનો પ્રયાસ કરવામાં આવશે અન્ો લોકો પોતાની બ્રોડગ્ોજના મુદ્દે લાગણી તથા માગણી રજૂ કરશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ઉમટી પડવા મિશન બ્રોડગ્ોજ અભિયાન અમરેલી દ્વારા જણાવાયું.