અમરેલીમાં મેઘ તાંડવ : અઢી કલાકમાં પાંચ ઇંચ

અમરેલી,
અમરેલીમાં એકાએક સાંજના સમયે વાતાવરણ બદલાતા સાંજે 6 વાગ્યાથી વિજળીના કડાકા ભડાકા સાથે મેઘ મંડાણ થયા હતા અને રાત્રે મેઘ તાંડવ જેવી સ્થિતી વચ્ચે સર્વત્ર જળબંબાકાર છવાઇ ગયો હતો અમરેલી શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ સમીસાંજે વિજળીના કડાકા ભડાકા સાથે સાંબેલાધારે વરસાદ પડતા અમરેલી શહેરમાં પણ રસ્તા ઉપર ગોઠણબુડ પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા અને ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ પડયો છે. અમરેલી શહેરમાં વિજળીના કડાકા ભડાકા સાથે મૌસમનો પ્રથમ સાંબેલાધારે વરસાદ પડતા રસ્તાઓ પર ગોઠણબુડ પાણી ભરાયા હતા. અમરેલી શહેરમાં નિચાણવાળા વિસ્તારો રાજકમલ ચોક, લીલીયા રોડ, બટારવાડી, પાણી દરવાજા સહિતના શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદ અને વિજળીના કડાકા ભડાકા સાથે અમરેલી શહેરમાં વિજળી ગુલ બની હતી. અને અમરેલી શહેરમાં દોઢથી બે ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. ભારે વરસાદના કારણે બજારોમાં ખરીદી કરવા નીકળેલા લોકોમાં પણ ભારે અફડા તફડીની માહોલ સર્જાયો હતો. ચલાલાના નાગધ્રામાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ પડતા કપાસને ભારે નુકશાન થયુ હતુ. આજુબાજુનાં ગામોમાં પણ વરસાદ પડયાના વાવડ મળ્યા છે. જ્યારે જાફરાબાદ તાલુકાના કેરાળા ગામે ગામના રામાપિરના મદિર પાસે આવે લા સબ ટેસન ના ટીસી ઉપર વીજળી પડી કોઇ વ્યક્તિને ઈજા પહોંચાડી નથી પણ ટીસી બળી ગયુ હતુ. રાજુલા તાલુકાના કડીયાળી ગામ નજીક વાડી વિસ્તાર માંથી બે મહિલાઓ ઘરે આવી રહી હતી તેવા સમયે ધડાકા સાથે વીજળી ખાબકતા સંગીતાબેન વશરામભાઈ બારૈયા નામની મહિલાનું હોસ્પિટલમાં પોહચતા મોત નીપજ્યું છે આરતીબેન સાવજભાઈ બારૈયા નામની મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પરતુ વાડી વિસ્તારમ જોરદાર અવાજ સાથે વીજળી પડતા આ મહિલાઓમાં ભાગ દોડ સાથે દેકારો મચી ગયો હતો હાલ મૃતક મહિલા અને ઈજાગ્રસ્ત મહિલાને રાજુલા હોસ્પિટલમાં ખસેડતા કોળી સમાજના અગેવાન જીલુભાઈ બારૈયા, કાનભાઈ સહિત હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
બાબરા તાલુકાના ચમારડી ચરખા કુંવરગઢ પીરખીજડિયા ઈગોરાળા સહિતના ગ્રામિય વિસ્તારોમાં સતત ત્રીજા દિવસે મોડી સાંજથી વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે મેઘરાજાની ધમાકેદાર તોફાની બેટિંગ કરતા ચમારડીમાં એક કલાક ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ઈગોરાળા માં ઠેબી નદીમાં ભારે પુર આવતા સંપર્ક વિહોણુ બન્યું હતું ત્યારે ચમારડીથી ચરખા જવાના માર્ગ ઉપરના કોઝવે પર પાણી ફરી વળ્યાં હતા ત્યારે વીજળી ના લીસોટા કડાકા ભડાકાએ ડરાવ્યા હતા અમરેલી જિલ્લામાં રાત્રે મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડયો હતો અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતાની સાથે વિજળી ગુલ થઇ ગઇ હતી અમરેલીમાં 110 મીમી, ખાંભામાં 18, ધારીમાં 17 મીમી, બગસરામાં 15, બાબરામાં 62 મીમી, રાજુલામાં 35 મીમી, લાઠીમાં 46 મીમી, લીલીયામાં 36 મીમી, વડીયામાં 25 મીમી અને સાવરકુંડલામાં 7 મીમી વરસાદ પડયો હતો આમ સૌથી વધારે અમરેલીમાં અને બીજા ક્રમે બાબરામાં વરસાદ પડયો હતો.લાઠીમાં કાલે રાત્રે થી મોઢેરાત સુધી વરસાદ વરસ્યો હતો ત્યારબાદ વિરામ લીધા બાદ બપોર બાદ ફરી વરસાદની આગમન થતા ખેડૂત અને લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી તેમજ ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. શેખપીપરીયા હસુપુર દેવળીયા કેરીયા પીપરીયા માં પાંચ થી સાત ઇંચ વરસાદ પડયો હતો.