અમરેલીમાં મોટરસાયકલ ચોરીમાં ઝડપાયો

અમરેલી,
અમરેલી સીટી પો.સ્ટે.ના ઇ/ચા પો.ઇન્સ. એમ.એ.મોરી તથા અમરેલી સીટી પો.સ્ટે. સર્વેલન્સ ટીમ દ્વારા તેમજ અમરેલી કમાંડ કંટ્રોલ (નેત્રમ) દ્વારા સી.સી.ટી.વી.ની મદદથી તથા અલગ-અલગ વિસ્તારોમા પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી કુકાવાવ જકાતનાકા સુળીયોટીંબો પરથી અજાલણભાઇ ઉર્ફે ભરત ગોવિંદભાઇ માવલીયા ઉ.વ.27 ધંધો.ડ્રાઇવીંગ રહે, અમરેલી કુકાવાવ જકાતનાકા સુળીયો ટીંબોના કબ્જામાંથી અમરેલી શહેર પો.સ્ટે.ના ગુનાના કામે અમરેલી શહેરમા સીટીસર્વે ઓફીસના પાક્રીંગ માથી ચોરી થયેલ એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ જેના રજી.નંબર જીજે 01 એફજે 5255 આરોપી સાથે પકડી પાડી ગુનો ડીટેક્ટ કરેલ છે.