અમરેલીમાં મોતનું તાંડવ : 12 કલાકમાં 14 ના મોત

નવા ચરખાના 75 વર્ષના વૃધ્ધ, ખંભાતના મીટલીના 65 વર્ષના વૃધ્ધા, બાટવાદેવળીના 55 વર્ષના પ્રૌઢા, કરીયાણાના 45 વર્ષના મહિલા, અમરેલીના 45 વર્ષના પુરૂષ, મુંજીયાસરના 75 વર્ષના મહિલાના મોત

અમરેલી શહેરમાં 6 કોરોના પોઝિટિવ અને 8 બીજા મળી 14 લોકોના અંતિમ સંસ્કાર થયા : અમરેલીના બંને સ્મશાનોમાં અવિરત ચિતાઓ સળગતી રહી : હજુ પણ તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે

અમરેલી,બીજા રાઉન્ડમાં આવેલ કોરોના વધ્ાુ ખતરનાક અને જીવલેણ સાબિત થઇ રહયો છે અમરેલીમાં યમરાજાએ મોતનું તાંડવ શરૂ કર્યુ છે આજે શુક્રવારે સવારથી રાત સુધીમાં કોરોનાનાં 6 દર્દીઓ અને બીજા અન્ય બિમારીને કારણે મૃત્યુ પામેલા 8 મળી 12 કલાકમાં 14 લોકોના મોતથી હાહાકાર મચી જવા પામ્યો છે આ ઉપરાંત જિલ્લામાં અન્ય શહેરો અને ગામડાઓમાં થયેલા અને થઇ રહેલા મૃત્યુના આંકડાઓ અલગ છે.
અમરેલીમાં કોરોનાની સારવાર લઇ રહેલા ધારી તાલુકાના નવા ચરખા ગામના 75 વર્ષના પુરૂષ દર્દી, ખંભાત તાલુકાના મીટલી ગામના 65 વર્ષના મહિલા દર્દી, વડીયાના બાટવાદેવળી ગામના 55 વર્ષના મહિલા દર્દી તથા બાબરાના કરીયાણા ગામના 45 વર્ષના મહિલા દર્દી અને અમરેલીના જશોદાનગર વિસ્તારમાં રહેતા 45 વર્ષના પુરૂષ દર્દી તથા બગસરાના મોટા મુંજીયાસરના 75 વર્ષના મહિલા દર્દી મળી કુલ 6 કોરોના પોઝિટિવ દર્દીઓના સવારથી સાંજ સુધીમાં મૃત્યુ થયા છે.આ ઉપરાંત કૈલાશ મુક્તિધામ ખાતે કોરોના ન હોય તેવા ચાર મૃતદેહો તથા ગાયત્રી મોક્ષધામ ખાતે કોરોના ન હોય તેવા ચાર મૃતદેહોની અંતિમ વિધી કરાઇ હતી જેમાં એક સાધ્ાુ હોય તેની સમાધી વિધી થઇ હતી આમ કોરોનાના 6 અને કોરોના વગરના અન્ય બિમારીથી આઠ લોકો મૃત્યુ પામ્યા હતા અને અમરેલીમાં સવારથી સાંજ સુધીમાં 14 મૃતદેહોને અવ્વલ મંજીલે પહોંચાડવામાં આવ્યા હતા.