અમરેલીમાં મોતનું તાંડવ : 25 ના મોત

  • અમરેલીમાં સારવાર લઇ રહેલા કોરોનાનાં 20 દર્દીઓના મોતથી અરેરાટી
  • અમરેલી શહેરનાં 9 દર્દીઓના 12 કલાકમાં મોત : ઇંગોરાળા, ડાંડ, કુબડા, માલસિકા, મોટા આંકડીયા, આંબરડી, મોટા ગોખરવાળા, ચીખલી, જાફરાબાદ, ચાવંડ અને મોટા માચીયાળાના દર્દીના મોત નિપજ્યાં

અમરેલી,
અમરેલીની જમીન ઉપર યમરાજાએ મોતનું તાંડવ શરૂ કર્યુ હોય તેમ આજે અમરેલીના બંને સ્મશાનમાં 25 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા જેમાં 20 તો કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હતા જ્યારે 5 અન્ય બિમારીથી મૃત્યુ પામ્યા હતા.
અમરેલી શહેરના ગંગાનગરના 56 વર્ષના પુરૂષ, સુળીયાટીંબાની 25 વર્ષની યુવતી, જેશીંગપરાના 60 વર્ષના વૃધ્ધા, ચિતલ રોડના યુવાન, સંકુલ પાછળના વિસ્તારના 64 વર્ષના વૃધ્ધ, 65 વર્ષના વૃધ્ધા, ચક્કરગઢ રોડે કાનાણીવાડીમાં 62 વર્ષના વૃધ્ધ અને અમરેલીના 65 વર્ષના વૃધ્ધ મળી શહેરના 9 કોરોનાના દર્દી અને અમૃતધારા, રોકડીયાપરા બાયપાસ, અમૃતનગર, સતાધારનગર તથા એક અન્ય મળી પાંચ કુલ 14 શહેરીજનો 12 કલાકમાં પંચમહાભુતમાં વિલીન થઇ ગયા હતા.ઇંગોરાળા ડાંડના 55 વર્ષના પ્રૌઢ, ધારીના કુબડા ગામના 75 વર્ષના વૃધ્ધા, માલસિકાના 62 વર્ષના વૃધ્ધા, મોટા આંકડીયાના 70 વર્ષના વૃધ્ધ, લાઠીના આંબલી ગામના 50 વર્ષના વૃધ્ધા, જસદણના આંબરડી ગામના 58 વર્ષના પુરૂષ, અમરેલીના મોટા ગોખરવાળાના 65 વર્ષના વૃધ્ધ, કુંડલાના ચીખલી ગામના 59 વર્ષના વૃધ્ધ, જાફરાબાદના 44 વર્ષના આધ્ોડ, ચાવંડના 58 વર્ષના પ્રૌઢ અને અમરેલીના મોટા માચીયાળાના 80 વર્ષના કોરોનાની સારવાર લઇ રહેલા વૃધ્ધાના મૃત્યુ નીપજતા અમરેલી ખાતે અંતિમવિધી કરવામાં આવી હતી.