અમરેલીમાં મોબાઇલ ચોરીના ગુનામાં બે શખ્સો ઝડપાયા

અમરેલી,
ગઇ તા.23/10/2022 ના રોજ મનીષભાઇ ધીરજલાલ ભીલ, ઉ.વ.37, રહે.અમરેલી, બ્રાહ્મણ સોસાયટી, તા.જિ.અમરેલીના બા અમરેલી, ગાંધીબાગ પાસે, રવિવારી બજારમાં ખરીદી કરવા કહેલ તે દરમ્યાન બેગમાં રાખેલ મોબાઇલ ફોનકિ.રૂ.14,500/- નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે મનીષભાઇ દ્વારા ઢ-212 કરાવેલ હોય, જે 9-12 અંગે ખરાઇ કરી, તેના પરથી અમરલી સીટી પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.11193003230043/2023, ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુનો રજી. કરવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ટ-ર1ર દ્વારા દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ ર્ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ અમરેલી જિલ્લામા 9-ર1ર2 થી દાખલ થયેલ ગુનાઓના આરોપીઓને પકડી પાડી, નાગરિકોના ચોરાયેલ વાહન, મોબાઇલ ફોન તેમને પાછા મળે, તે માંટે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે એલ.સી.બી. ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ અને અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ અમરેલી, બસ સ્ટેન્ડ પાસેથી બે શખ્સો જેમાં ઘનશ્યામ શીવાભાઇ સોલંકી, પંકેશ ઉર્ફે પંકજ રાજુભાઇ સોલંકીને શંકાસ્પદ હાલતમાં પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન તથા આધાર પુરાવા કે બીલ વગરના અન્ય મોબાઇલ ફોન મળી આવતા, પકડાયેલ શખ્સને ચોરીના મોબાઇલ ફોન સાથે આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. પોલીસે કુલ કિં.રૂ.31,500/- નો મુદ્દામાલ કબ્જે કર્યો