અમરેલી,
અમરેલી માણેકપરા વિસ્તારમા રહેતા મહેશભાઈ ભુપતભાઈ કણક ઉ.વ. 35 હીરાઘસવાનું કામ કરતા હોય અને લેણું વધી ગયેલ હોય. અને હીરામા કામ બરાબર ચાલતું ન હોય જેથી ખર્ચાઓને પહોંચી વળાતું ન હોય જેથી કંટાળી જઈ અનાજમા નાખવાનો ઝેરી પાવડર પી જતા મૃત્યું નિપજયાનું પિતા ભુપતભાઈ કણકે અમરેલી સીટી પોલિસ મથકમાં જાહેર કરેલ .