અમરેલીમાં યુવાને ગળાફાંસો ખાઈ લેતા મોત

  • લગ્ન નજીક હોય આર્થિક સંકડામણથી પગલુ ભર્યુ

અમરેલી,
અમરેલી સહજાનંદ નગર હનુમાનપરા શે.નં.3 માં લાઠીના કેરાળા ગામના હાલ અમરેલી રહેતા પારસભાઈ હનુભાઈ ધાધલ ઉ.વ.21ના લગ્ન નજીકમાં હોય. આર્થિક પરિસ્થિતી નબળી હોવાથી પૈસાની ચિંતામાં ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજયાનું પિતા હનુભાઈ ધાધાલે અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.