અમરેલીમાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત

  • પિતાએ પૈસા આપવાની ના પાડતા
  • પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લેતા અરેરાટી

અમરેલી,
અમરેલી કેરીયારોડ ભોજલપરામાં રહતા દિપકભાઇ કાન્તીભાઇ ખુંટ ઉ.વ.21એ તેમના પિતા પાસે પૈસા માંગતા પૈસા આપવાની ના પાડતા. પોતાને લાગી આવતા પોતે પોતાની મેળે રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ જતા મોત નિપજ્યાનું પિતા કાન્તીભાઇ ખુંટે અમરેલી સીટી પોલીસ મથકમાં જાહેર કરેલ છે.