અમરેલીમાં યુવા સરકાર ફીલ્મનું લોન્ચીંગ

  • ગોંડલનાં નીલેષ કાટરોડીયા નિર્મિત ફીલ્મ યુવા સરકારને રોટરી કલબ, શીતલ આઇસ્ક્રિમનો સહયોગ

અમરેલી,અમરેલીમાં શીતલ આઇસ્ક્રિમ અને રોટરી ક્લબ અમરેલીનાન સહયોગથી નિર્મિત ગુજરાતી ફીલ્મમાં
યુવા સરકારનું આજે અમરેલી ખાતે વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતુન. ગોંડલનાં નિર્માતા નીલેશ
કાતરોડીયા નિર્મિત ફીલ્મ યુવા સરકાર લોકડાઉન પછીનાં અનલોકમાં થીયેટરની પ્રથમ નવી નકોર ગુજરાતી
ફીલ્મ યુવા સરકારનું ગોંડલ અને રાજકોટમાં શુટીંગ પુર્ણ કરી ટેકનીકલી સજ્જ કરાયા બાદ ફીલ્મ મુંબઇમાં
નિર્માણ પામી છે. હર્ષલ માંકડ અને રક્ષીત વસાવડા લીખીત અને રક્ષીત વસાવડા દીગ્દર્શીક આ ફીલ્મ
ગુજરાતની પહેલી એવી ફીલ્મ બની છે જેમાં ખાદીનાં જ પોશાક છે. યુવા લોકોને રાજનીતીમાં સક્રિય ભાગ
લેવાની પ્રેરણા છે અને ગોંડલમાં ગરબા કીંગ લીખીત અને ચેતન જેઠવાની કોરીયોગ્રાફી સાથેનો ગાંધી રાસ
પણ છે. ફીલ્મમાં મુખ્ય ભુમિકામાં હર્ષલ માંકડ, આસ્થા મહેતા, મેહુલ બુચ, જીતેન્દ ઠક્કર, રાજુ યાજ્ઞીક, મિલન
ત્રિવેદી, હિતસ્વ નાણાવટી, સુજલ, હલચલ બોય જેવા અનેક નામી કલાકારોએ કલા પાથરી છે.આ ફીલ્મમાં
ચમકનાર નાટકીય જગતનાન સિનીયર અરવિંદ રાવલ અને પલ્લવી વ્યાસ, અનીષ કચ્છી, હર્ષિત ઢેબર, કાજલ
અગ્રાવત વિગેરેએ ગોંડલ હાજરી આપી હતી. નીલેશ કાતરોડીયાનાં સાહસને વધાવવા આજે ગોંડલ સજ્જ બન્યું
હતું. ફીલ્મોનાં દીગ્દર્શક અને મુખ્ય કલાકારોએ ગોપાલ સખીયાનાં ગોંડલ સાયકલ હેલ્થ કલબનાન મેમ્બર સાથે
સાયકલ રેલી કરી ત્યાર બાદ ત્રીશુલ ગૃપની શુભેચ્છા મુલાકાત અને ખાદીનાં પ્રચાર પ્રસાર માટે ઉદ્યોગ
ભારતીની મુલાકાત લીધી હતી અને ખાદી માટે લોકોને પહેલ કરી ગંગોત્રી શાળાની મુલાકાત બાદ યુવા
સરકારની ટીમે નાનુભાઇ ધડુકનાં આશિર્વાદ લીધા હતાં. સાંજે ગોંડલમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધ્યા બાદ આ
ફીલ્મમાં વિશેષ ભુમિકા ભજવનાર ગુજરાત સ્પોર્ટ્સ યુની.નાન વાઇસ ચાન્સેલર ડો.અર્જુનસિંહ રાણા ખાસ
ઉપસ્થિત રહ્યાં હતાં અને સંબોધન કર્યુ હતું. યુવા સરકાર ફીલ્મમાં 13મી નવેમ્બરે સીનેમાનાં મોટા પડદે રીલીઝ
થઇ રહી છે ત્યારે સૌ નાગરીકો નીહાળે અને દિવાળી પારિવારીક મનોરંજનથી ઉજવે તેમ જણાવ્યું છે. ફીલ્મનાન
બ્રાન્ડ પાર્ટનર શીતલ આઇસ્ક્રિમ અને રોટલી ક્લબ ઓફ અમરેલીએ જહેમત ઉઠાવી. પ્રેસ કોન્ફરન્સનું આયોજન
હાર્દિકભાઇ ભુવાએ કયુર્ણ હતું. તેમાં જણાવ્યું હતું કે યુવા સરકારનાં ફીલ્મની શરૂઆત વર્ષ આરંભે 4 જાન્યુઆરી
2020નાન કરેલ અને પુર્ણાહતી 30 જાન્યુઆરી એ કરેલ હતી. ફીલ્મનું પોસ્ટ પ્રોડક્શન મુંબઇ ખાતે કરવામાં
આવેલ છે આજનો યુવા વર્ગ રાજકારણને પોતાની કારકીર્દીનો ભાગ બનાવે અને દેશને વધ્ાુ મજબુતી આવે
એવો ઉદેશ્ય મનોરંજન સાથે આપવા જઇ રહેલ છે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યા બાદ યુવા સરકારનો
પ્રિમીયર શો યોજાયો હતો.