અમરેલીમાં યોજાનાર જન્માષ્ટમીના તમામ મેળા મોકૂફ

અમરેલી જિલ્લામાં કોરોના ને લઈને તમામ લોકમેળા છે તે બંધ રહૃાા છે. અમરેલી જિલ્લામાં લોકડાઉન૩ સુધી એક પણ કોરોના કેસના હતા પરંતુ લોકડાઉન ચાર જાહેર થતા અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણ ધીમે ધીમે વધવા લાગી તેને લઈને તંત્ર દ્વારા તમામ જન્માષ્ટમીના મેળા છે તે કેન્સલ કરવામાં આવ્યા છે.
સમગ્ર ભારતમાં કોરોના નો કહેર દિવસેને દિવસે વધી રહૃાું છે ત્યારે કોરોના ને લઈને તહેવારો છે તે પણ નિસ્તેજ બની ગયા છે. આ વર્ષે કોરોના મહામારી ને લઈને તંત્ર દ્વારા જન્માષ્ટમીના તમામ મેળા રદૃ કર્યા છે. ત્યારે જન્માષ્ટમી ના મેળાઓ થવાથી લોકો શું કહે છે તે જાણીએ. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળાનું ખુબ મહત્વ હોય છે આ આ મેળામાં લોકો ખૂબ જ મજા માણતા હોય છે તો જન્માષ્ટમીના મેળામાં નાના ભૂલકાઓ થી લઈને મોટી ઉંમરના લોકો પણ મેળાની મજા મળતા હોય છે ત્યારે આ વર્ષે મેળો બંધ રહેતા લોકો ઘરે જ જન્માષ્ટમી ની ઉજવણી કરશે.