અમરેલીમાં રવિવારે કોરોનાનાં વધુ એક દર્દીનું મૃત્યું

  • કોરોનાનાં બે કેસ : એક દર્દી સાજા થયા : 36 દર્દીઓ સારવારમાં

અમરેલી, અમરેલી જિલ્લામાં કોરોનાના કેસ ઉપર કાબુ આવ્યો હોય તેમ કેસની સંખ્યા સતત ઘટી રહી છે પરંતુ શનિવારે એક મૃત્યુ થયા બાદ રવિવારે અમરેલીના ઓમનગરમાં રહેતા 82 વર્ષના વૃધ્ધ દર્દીનું મૃત્યુ થયુ હતુ સોમવારે કોરોનાનાં માત્ર બે કેસ નોંધાયા છે અને એક દર્દીને રજા આપવામાં આવી છે હાલમાં 36 દર્દીઓ સારવારમાં છે અને હાલમાં કોરોનાનાં કુલ કેસની સંખ્યા 3747 થઇ છે.