અમરેલીમાં રવિવારે 15330 ઉમેદવારો પરીક્ષા આપશે

અમરેલી,

રાજયમાં ગોૈણ સેવા પસંદગી સમિતિ દ્વારા રાજય ભરમાં તલાટીમંત્રીઓની ભરતી કરવા પરીક્ષાનું આયોજન થયું છે જેમાં દરેક જિલ્લામથકોએ પરીક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે નિયત થયા વ્યવસ્થા મુજબ અમરેલી જિલ્લાના ઉમેદવારો અન્યત્ર જિલ્લાઓમાં જશે જયારે અન્ય જિલ્લાઓના ઉમેદવારો અમરેલીમાં પરીક્ષા માટે આવશે હાલ અમરેલીમાં રવિવાર તા.7 ના રોજ લેવાનાર તલાટીમંત્રીની પરીક્ષા અમરેલીના 48 કેન્દ્રો પરથી 511 બ્લોકમાં લેવાશે કુલ 15330 ઉમેદવારો પરીક્ષા આપશે આ પરીક્ષા માટે સરકાર દ્વારા નિમણુંક પામેલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે તે માટે હુકમો કરાયા છે.પરીક્ષા શાંતીપુર્વ ક લેવાય અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સંગીન વ્યવસ્થા કરવામાં આવી છે.ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ પરીક્ષા માટે ઉમેદવારોને પોતાનું પરીક્ષા કેન્દ્ર (શાળા/કોલેજ) શોધવામાં સરળતા રહે તે હેતુથી તેમજ પરીક્ષાલક્ષી અન્ય કોઈ માહિતીની જરુરિયાત હોય તેવા ઉમેદવારોને માહિતી પૂરી પાડી શકાય અને માર્ગદર્શન આપી શકાય તે માટે જિલ્લા પંચાયત અમરેલી ખાતે તા.27/04/2023 થી તા.04/05/2023 સુધી કચેરી સમય દરમિયાન તેમજ તા.05/05/2023 ના 10:0 કલાકથ તા.07/05/2023ના સાંજે 5:00 કલાક સુધી અત્રેથી ટેલીફોનિક હેલ્પ લાઈન નં.(02792) 223613 શરુ કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓ આ નંબર પર કોલ કરીને જરુરી માહિતી પ્રાપ્ત કરી શકે છે તેમ ચીફ ડીસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટર-વ- જિલ્લા વિકાસ અધિકારીશ્રી, અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.