અમરેલીમાં રવીવારની રાત્રી કોરોનાના દર્દીઓ ફરી માટે ઘાતક : ત્રણનાં મોત

  • સોમવારે કોરોનાના 14 પોઝિટીવ કેસ : મૃત્યુના ઓછા થયેલા કેસોમાં ઉછાળો
  • રવીવારે દિવસમાં જુની હળીયાદના વૃધ્ધા, સોમવારે બાઢડાના વૃધ્ધા, વેળાવદર અને મોટા મુંજીયાસરના વૃધ્ધના મોત નિપજયા

અમરેલી, અમરેલી જિલ્લામાં અગાઉ દર શની-રવીવારે સારવાર દરમિયાન કોરોનાના દર્દીઓના મૃત્યુ થવાનો સીલસીલો શરૂ થયો હતો જે નવરાત્રી થી બંધ થતા સૌએ રાહતનો શ્ર્વાસ લીધો હતો પણ આ રાહત એક મહીને ઠગારી સાબીત થતી હોય તેમ આ રવીવારથી દર્દીઓના એકસામટા મોતનો સીલસીલો શરૂ થયો છે.રવીવારે બગસરાના જુની હળીયાદ ગામના 65 વર્ષ ના કોરોનાના મહીલા દર્દીનું અમરેલીમાં સારવાર દરમિયાન મોત નિપજયું હતુ તથા રાત્રીના સમયે બગસરાના મોટા મુંજીયાસરના 60 વર્ષના પુરુષ દર્દી, સાવરકુંડલાના બાઢડા ગામના 58 વર્ષ ના મહીલા તથા ગારીયાધારના વેળાવદર ગામના 58 વર્ષ ના પુરુષ દર્દીના સારવાર દરમિયાન મોત નિપજયા હતા. રવીવારે 16 અને સોમવારે જિલ્લામાં કોરોનાના 14 કેસ નોંધાયા છે જયારે 21 દર્દીઓને સાજા થતા રજા અપાઇ હતી અને કોરોનાના કુલ કેસની સંખ્યા 3265એ પહોંચી છે.