અમરેલીમાં રાખડીનું ધૂમ વેચાણ : પ0 લાખનું ટર્ન ઓવર

અમરેલી,
અમરેલી શહરેમાં રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાની સાથે જ રાખડીનું ધૂમ વેચાણ શરુ થયું છે અને ખરીશી કરવા માટે પણ મહિલાઓ ઉમટી રહી છે. શહરેમાં રાખડી ઉદ્યોગનું રુ. પ0 લાખ સુધીનું ટર્ન ઓવર છે. નવા 5઼કારની રાખડીઓ પણ બજારમાં આવી છે અને ધૂમ મચાવી રહી છે.
આ અંગેની વિગતો આપતા અમરેલીના રાખડીના વેપારી હુસેનભાઈ ત્રવાડીએ કહૃાું કે, રુ. પથી માંડીને 1000 સુધીની કિંમતની રાખડીઓ બજારમાં આવી છે. સોના ચાંશીની રાખડીઓ બાંધવાનો ક્રેઝ આર્થિક સુખીસંપન્ન લોકોમાં ખાસ જોવા મળે છે. આ ઉપરાંત કલકત્તી, હેન્ડ મેઈડ, લી, ચંશન, રુદ્રાક્ષ, સ્માઈલી, ભાભી માટેની લટકણ રાખડી, ભાઈ ભાભીના સેટ, ઈન્ડીપેન્ડેન્ટ ડે સ્પેશ્યલ, પબજીવાળી તેમજ લાઈટીંગ અને મ્યૂઝિકલ રાખડી પણ વેચાઈ રહી છે.
ડાયમંડવાળી રાખડીઓમાં અમેરિકન ડાયમંડનું વેચાણ વધું છે. આ વખતે સૌ “થમ વખત જ ઢોસા, પીઝા, વડાપાઉં વગેરે ખાદ્ય પદૃાર્થોની રાખડી પણ બજારમાં આવી છે.રક્ષાબંધનનો તહેવાર નજીક આવતાની સાથે જ અમરેલીમાં ટાવર રોડ, મેઈન રોડ, લાયબ્રેરી રોડ, રામજી મંશિર રોડ વગેરે મુખ્ય માર્ગો તથા સોસાયટી વિસ્તારના માર્ગો પર ઠેર ઠેર રાખડીના સ્ટોલ ખૂલી ગયા છે. અમરલીમાં શરેક સિઝનમાં રુ. પ0 લાખ સુધીનું રાખડીનું ટર્ન ઓવર છે. શરેક શોપમાં રુ. 3પ હજાર સુધીનું વેચાણ થાય છે.
અમરેલીમાં કલકત્તા, મુંબઈ, અમશાવાશ, રાજકોટ, જૂનાગઢ તેમજ સ્થાનિક ગૃહ ઉદ્યોગોમાંથી રાખડીઓ આવે છે.