અમરેલીમાં રાત્રી કર્ફ્યુનાં ભંગ બદલ હોટલ સીલ કરી

  • અગાઉ પાંચ દુકાનો સીલ કર્યા બાદ વધુ એક હોટલ ઝપટે ચડી
  • શહેરનાં હઠીલા હનુમાન મંદીર પાસે હોટલ લઝીઝ ગ્રીલ સીલ કરી દેતુ તંત્ર

અમરેલી,
અમરેલીમાં રાત્રી કર્ફયુનો ભંગ બદલ હોટલ સીલ કરી છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મે. અધિક સચિવશ્રી, (કા. વ્ય.) ગૃહ વિભાગ, ગાંધીનગર. નાં હુકમ ક્રમાંક :- વિ-1/કઅવ/102020/482, તારિખ :-06.04/2021 અંતર્ગત અમરેલી શહેરમાં તારિખ 15.04.2021 નાં અમરેલી શહેરમાં રાત્રિ કર્ફ્યું ભંગ બદલ અમરેલી શહેર વિસ્તારમાં શ્રી હઠીલા હનુમાન મંદિર પાસે આવેલ હોટલ લઝીઝ ગ્રીલ એ ગુજરાત સરકાર શ્રી ની કોવિડ 19 માર્ગદર્શિકાનો ભંગ કરેલ હોય આજે ઉકત હોટેલ અમરેલી શહેર પોલીસ ઈન્સપેક્ટર શ્રી જે. જે. ચૌધરી અમરેલી અમરેલી નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી એલ. જી. હુણ કોવિડ 19 લાયઝન અધિકારી શ્રી દિપક ગલથિયા દ્વારા સીલ કરવામાં આવેલ છે.