અમરેલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવશે

  • મહિલા ગૃહ ઉદ્યોગવાળા શ્રી વિઠલભાઇ બાંભરોલીયા અને શિતલ ગૃપનાં શ્રી દિનેશભાઇ ભુવાનાં સહયોગથી વિહીપ દ્વારા 

અમરેલી,
અમરેલીનાં કલામ ગાણાતા વિખ્યાત મહિલા ગૃહ ઉદ્યોગવાળા શ્રી વિઠલભાઇ બાંભરોલીયા અને શિતલ ગૃપનાં શ્રી દિનેશભાઇ ભુવાનાં સહયોગથી અમરેલી વિહીપ દ્વારા અનોખુ આયોજન થઇ રહ્યું છે. અમરેલીમાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવશે.
અમરેલીનાં ફોરવર્ડ સર્કલે સિનિયર સીટીઝન પાર્ક ખાતે પહેલી તારીખથી એક મહિના સુધી અયોધ્યાનાં રામ મંદિરની પ્રતિકૃતિ બનાવી રોજ વિવિધ સંસ્થાઓ દ્વારા આરતી કરાશે અને સિનિયર સીટીઝન પાર્કમાં નાનુ એવું અયોધ્યા બનશે તેમ વિહીપનાં હસમુખ દુધાતે જણાવ્યું છે. તેમણે જણાવેલ કે આ મોડેલનો હેતુ અમરેલીનાં રામ મંદીરની ઝાંખી થાય, લોકોને ધર્મ લાભ મળે અને વિહીપનાં કાર્યાલય બનાવવાનાં શુભારંભનાં ભાગ રૂપે પણ આ મોડેલ બનાવવામાં આવશે. આ સ્થળે રૂા.1 થી 100, 101 થી 500 અને 500 થી 1000 સુધીનાં કુપનવાળા કુંભ મુકાશે જેમાં બધાની ઇચ્છા શક્તિ પ્રમાણે આસ્થાળુ કુપન કાઢી અને તેમાંથી નિકળેલ રકમનાં કુપનનું સમર્પણ આ કાર્યમાં કરશે જેમાંથી મોડેલનો ખર્ચ અને એક મહિના સુધીનાં તેમને જાળવણી સહિતનાં ખર્ચ તથા અમરેલીમાં વિહીપ કાર્યાલયનાં શુભારંભનું પણ આયોજન કરાયું છે અને તેના માટે તડામાર તૈયારીઓ શરૂ છે. અમરેલીમાં આ મોડેલ બનાવવા માટે મહિલા ગૃહ ઉદ્યોગનાં શ્રી પુનિત બાંભરોલીયા સહિતનાં યુવાનોની ટીમ કામે લાગી છે.