અમરેલીમાં રામ મંદિર પ્રતિકૃતિનું ઉદઘાટન કરાયું

અમરેલી,
અમરેલીમાં વિશ્ર્વ હિંદુ પરિષદ દ્વારા અયોધ્યામાં બનનાર રામ મંદિરની પ્રતિકૃતિનું નિર્માણ થતા પુ. ઇન્દ્રભારથીબાપુના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. અમરેલી વિશ્ર્વ હિંદુ પરિષદ દ્વારા શિતલ આઇસ્ક્રીમ દિનેશભાઇ ભુવાના સહયોગથી મહિલા ગૃહ ઉદ્યોગના વિઠલભાઇ બાંભરોલીયા દ્વારા સિનીયર સીટીઝન પાર્કમાં રામ મંદિરની પ્રતિકૃતિ ઉભી કરવામાં આવેલ જેનું ઉદઘાટન જુનાગઢના ઇન્દ્રભારથીબાપુ, અમરેલી પાણી દરવાજા, સ્વામીનારાયણ મંદિરના ભક્તિ સંભવદાસજીસ્વામી, હરિસ્વરૂપદાસજી સ્વામી, મુનીસ્વામી, ગીરીયા જાગૃત હનુમાનજી મંદિરના મહંત રામ મનોહરદાસજીબાપુ દ્વારા કરવામાં આવેલ ત્યાર બાદ સંતો મહંતોએ રામ લલ્લાની આરતી ઉતારવામાં આવી હતી.આ પ્રસંગે વિશ્ર્વ હિંદુ પરિષદના હસમુખભાઇ દુધાત, ડો. ભાનુભાઇ કીકાણી, અમર ડેરીના વાઇસ ચેરમેન મુકેશભાઇ સંઘાણી, જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ શરદભાઇ લાખાણી, પુર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દિનેશભાઇ પોપટ, પેન્ટર ડી.જી. મહેતા, શિતલ આઇસ્ક્રીમના દિનેશભાઇ ભુવા, દુર્ગાવાહીની બહેનો, વિશ્ર્વ હિંદુ પરિષદની ટીમ, પટેલ મંડપ સર્વિસ, વિજયભાઇ ડાંગર, સીક્યુરીટી સર્વિસ, ડી.જે. ભાવીન આંકોલીયા, લાઇટીંગ રાધ્ો મંડપ સર્વિસનો સહયોગ સાંપડયો હતો. સંતો મહંતોના વરદ હસ્તે કુંભમાંથી કુપન ખેંચવામાં આવ્યા હતા સંતો અને મહંતોની રકમ શિતલ આઇસ્ક્રીમવાળા દિનેશભાઇ ભુવા, દિનેશભાઇ પોપટ, મુકેશભાઇ સંઘાણી સહિતે રામ મંદિર માટે રકમ આપી હતી કાર્યક્રમનું સંચાલન હરેશ બાવીશી દ્વારા કરવામાં આવ્યુ હતુ.