અમરેલીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીનો પ્રારંભ

  • કલેક્ટરશ્રી ઓક, એસપીશ્રી નિર્લિપ્ત રાય, ડીડીઓશ્રી તેજસ પરમાર, એએસપી શ્રી સોનીની ખાસ ઉપસ્થિતિ 
  • રોડ સેફટી વિશે સમજ આપવામાં આવી અને રોડ સેફ્ટી અંગે શપથ પણ લેવડાવવામાં આવ્યા

અમરેલી,
રોડ સલામતી બાબતે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અમરેલી આરટીઓ કચેરી દ્વારા આગામી તા. 17/2/2021 સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને આજે આરટીઓ કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં માર્ગ સલામતી માસનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો.
આ ક્રાયક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક, જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમારએ તલસ્પર્શી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. આરટીઓ કચેરીના અધિકારીશ્રી આઈ એસ ટાંક દ્વારા સ્વાગત પ્રવચન અને પી. આર. પઢીયાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત સૌને રોડ સેફટી વિશે સમજ આપવામાં આવી હતી અને રોડ સેફ્ટી અંગે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. અંતે સામુહિક રાષ્ટ્રગાન કરી સમગ્ર કાર્યક્રમ સમાપ્ત જાહેર થયો હતો.
આ પ્રસંગે એએસપીશ્રી સોની, ડીવાયએસપી શ્રી રાણા અને એઆરટીઓ શ્રી ટાંક તેમજ આરટીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે આરટીઓ અને પોલીસના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.નોંધનીય છે કે રાષ્ટ્રીય ટ્રાફિક માસ 2021 દરમ્યાન રોડ સેફ્ટીને લગતા પેમ્પ્લેટનું વિતરણ, કોરોના વોરિયર્સનું સન્માન, રોડ સેફ્ટીના સ્લોગન વાળા માસ્કનું વિતરણ, ટ્રાફિક નિયમોનું પાલન કરતા વ્યક્તિઓનું સન્માન જેવા વિવિધ જન જાગૃતિના કાર્યક્રમ તેમજ રોડ સલામતીને લગતી ઓનલાઇન ચિત્ર, નિબંધ સ્પર્ધાનું આયોજન વગેરે જેવી પ્રવૃતિઓ કરવામાં આવશે.