અમરેલી,
અમરેલી નગરપાલીકા દ્વારા સીટી બસ કોન્ટ્રાક્ટર પાસેથી 6.17 લાખ જેવી રકમ પરત મેળવવાં 10 દિવસની મહેતલ સાથે આપેલી નોટીસથી ખળભળાટ મચી ગયો છે જો 10 દિવસમાં પાલીકાને નાણા પરત ના કરે તો ફોજદારી સુધિના કડક પગલા લેવા ચીફ ઓફીસરે તાકીદ કરી છે.આ અંગે જાણવા મળતી વિગત અનુસાર અમરેલી નગરપાલીકાએ આરએસ રોડલાઈન્સ અમરેલી રફીકભાઈ સલ્લુભાઈ અગવાન કેર ઓફ રાજુભાઈ આમદભાઈ બીલખીયા અમરેલીને લેખીતમા પાલીકાના ચીફ ઓફીસરએ નોટીસ આપી જણાવ્યું છે કે પાલીકાની કારોબારી સમીતીના ઠરાવ નં.61 લગત આ સંસ્થાના સીટી બસ કોન્ટ્રાક્ટર આરએસ રોડલાઈન્સને ચુકવાયેલ રકમ બાબતે તપાસ કરવા કાર્યાલય આદેશ મુજબ નગરપાલીકા દ્વારા સીટી બસ ચલાવવાનો કોન્ટ્રાક્ટ આરએસ રોડ લાઈન્સને આપવામાં આવેલો તે સમય દરમીયાન કોરોના કાળ વખતે સીટી બસ સેવા બંધ રાખવાની ગાઈડ લાઈન્સ હોવા છતા પણ આરસેસ રોડલાઈન્સને ચુકવવામાં આવેલ પેમેન્ટ બાબતે તપાસ સોપવામાં આવેલ હતી . તપાસ અંગેનો આખરી રીપોર્ટ કચેરીને તા.7/8/23 ના રોજ સુપ્રત કરવામાં આવે છે .