અમરેલીમાં રેતીના અભાવે 25 હજાર પરિવારો બેરોજગાર

અમરેલી,
અમરેલી જિલ્લામાં રેતીનો પ્રશ્ર્ન ગંભીર બન્યો છે જેના કારણે એકલા અમરેલીમાં જ શ્રમીકો,કડીયાઓ,વાહનો, અને બાંધકામ સાથે સંકળાયેલા 25 હજારથી વધ્ાુ લોકો બેકાર બન્યા છે અને તેના માટે અમરેલી બિલ્ડીંગ કોન્ટ્રાકટર તથા બિલ્ડર એશોસિએશનની અગત્યની બેઠક મળી હતી અને તેમા હવે જો આ મામલે નિરાકરણ ન થાય તો આંદોલનનો માર્ગ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાની મોટાભાગની તમામ નદીઓ લોકમાતા શેત્રુજી નદીમાં મળે છે અને શેત્રુજી નદીનો સમાવેશ ઇકોઝોનમાં કરાતા શેત્રુજી સહીત તમામ નદીઓમાં રેતી ઉપાડવા ઉપર પ્રતિબંધ છે જેના કારણે રેતીના અભાવે અમરેલી જિલ્લાનો બાંધકામ ઉદ્યોગ મરણપથારીએ પડયો છે અને નવાઇની બાબત એ છે કે આખા સૌરાષ્ટ્રમાં એકમાત્ર અમરેલી જિલ્લામાં જ તમામ નદીઓમાંથી રેતી ઉપાડવા ઉપર પ્રતિબંધ છે આવુ શા માટે છે અને કોઇ લોક હીતમાં આ મામલે નકકર પરિણામ શા માટે નથી લાવી શકતુ તે પણ નવાઇજનક છે.
અમરેલી બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર તથા બિલ્ડર ઓેસોસીએશનની મીટીંગ તા.14-3-22 ના રોજ મળી હતી જેમાં નીચે મુજબના પ્રશ્ર્નોની ચર્ચા કરવામાં આવી હતી.
માટી તથા રેતીના પ્રશ્ર્ન અંગે અમરેલી જીલ્લાના અમરેલી શહેરમાં રેતી સદતંર બંધ હોવાથી પારાવાર મુશ્કેલી હોય કન્ટ્રક્શન બાંધકામને લગતા તમામ કામ બંધ પડેલ હોય. છેલ્લા આઠ વર્ષથી અમરેલી અમરેલી જીલ્લાની જનતા રેતી માટે સોના કરતા પણ વધારે ભાવ આપી ખરીદ કરે છે. નાનામાં નાના ઘર બનાવવા માટે લોકો રેતી અને માટી બાબતે 25000 હજાર લોકો બેકાર થઇ રહયા છે રેતી માટે અનેક રજુઆત કરવા છતા કોઇ નિર્ણય આઠ વર્ષમાં આવેલ નથી. અમરેલીમાં રેતી હોવા છતા અમરેલીની જનતાને અન્યાય શા માટે થઇ રહયો છે. આ માટે જવાબદાર કોણ ? અમરેલીમાં કોન્ટ્રાકટરો કડીયા કારીગરો, બાંધકામ સાથે સંકળાયેલ મજુરી કામ કરતા કારીગરો, મંજુરો સાવ નવરા બેસવાથી લોકો બેકાર બની ગયા છે. બેરોજગાર લોકો થયા છે. એક તરફ સરકાર એમ કહે છે લોકોને રોજગારી પુરી પાડવી પણ રેતી અને માટીનો પ્રશ્ર્ન હલ સરકાર ન કરતી હોય તો સરકાર પાસે અપેક્ષા શું રાખી શકાય. તેવો સવાલ અમરેલીની જનતા પુછે છે માટી તથા રેતીનો પ્રશ્ર્ન દસ દિવસમાં હલ ન થાય તો કોન્ટ્રાકટરો, બિલ્ડરો, કારીગરો, મજુરો ભુખ હડતાલ ઉપર ઉતરી ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવુ તેવો નિર્ણય કરેલ છે.
અમરેલીના બિનખેતી સર્વે નંબરોનો સીટી સર્વેમાં સમાવેશ થયા બાદ સીટી સર્વે કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ મેળવવા પડતી મુશ્કેલી માટે એશોસિએશને ઉપરોક્ત લેખીત અને મૌખીક રીતે સાંસદશ્રી નારણભાઇ કાછડીયા તથા શ્રી કેન્દ્રીય કેબીનેટ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાને, સેટલમેન્ટ કમીશ્નરને કલેકટરશ્રી અમરેલી સુપ્રિટેન્ડન, રેવન્યુ મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીને કરેલ પણ હજુ સુધી કોઇ નિવારણ આવેલ નથી અમરેલીની જનતા વર્ષોથી હેરાન થાય છે. 1971 થી આજદિન સુધી 2 નંબરના આધારે નોંધ પડતી નથી જેથી વારસાઇ નોંધના પ્રશ્ર્નો પણ હલ થતા નથી આમ આ બે મુદામાં નક્કર પરિણામ આવે તેવી લોકોની આશા છે તેમ બિલ્ડર એશોસિએશને જણાવ્યુ છે.