અમરેલીમાં રેપીડ ટેસ્ટમાં બે દિવસમાં 50 જેટલા દર્દીઓ પોઝિટિવ

  • જેને કોરોનાનાં કોઇ ગંભીર લક્ષણો નથી તેવા લોકો રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવી રહયા છે : રેપીડ ટેસ્ટ વાળા લેબમાં નેગેટીવ પણ નીકળી રહયા છે
  • ચાવંડ ચેકપોસ્ટ ઉપર સુરતથી આવી રહેલા લોકોનો ઘસારો ઓછો થયો : મંગળવારે 1274 ઉતારૂઓ આવ્યા : 33 બિમારીવાળા નીકળ્યા : વિવિધ જગ્યાએ રેપીડ ટેસ્ટ શરૂ
  • સોમ,મંગળવારે રેપીડ ટેસ્ટમાં 50 જેટલા દર્દીઓ પોઝિટિવ દેખાતા સારવાર શરૂ કરાઇ સેમ્પલ ભાવનગર લેબમાં મોકલવા તજવીજ : ટેસ્ટથી સમયસર સારવાર અને સાવચેતી

અમરેલી,

અમરેલી જિલ્લામાં બે દિવસથી શરૂ કરાયેલા રેપીડ ટેસ્ટનો ફાયદો દેખાયો છે હાલના તબક્કે જેને કોરોનાનાં કોઇ ગંભીર લક્ષણો નથી તેવા લોકો પણ રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવી રહયા છે જો કે આવા રેપીડ ટેસ્ટ વાળા દર્દીઓના પોઝિટિવ સેમ્પલ આરટીપીસીઆર લેબમાં નેગેટીવ પણ નીકળી રહયા છે સુત્રોના જણાવ્યા અનુસાર આજ સવાર સુધીમાં રેપીડ ટેસ્ટમાં 36 જેટલા પોઝિટિવ કેસ અને આજે દિવસ દરમિયાન મળી અમરેલીમાં રેપીડ ટેસ્ટમાં બે દિવસમાં 50 જેટલા દર્દીઓ પોઝિટિવ આવ્યા હોવાનો અંદાજ છે.
આમા રાહતની બાબત એ પણ છે કે ચાવંડ ચેકપોસ્ટ ઉપર સુરતથી આવી રહેલા લોકોનો ઘસારો ઓછો થયો હોય તેમપહેલા ત્રણ અને પછી બે હજાર અને છેલ્લે દોઢ હજાર પછી આજે મંગળવારે 1274 ઉતારૂઓ ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી આવ્યા હતા જો કે આમા ગઢડાથી નાની કુંડળ થઇ બાબરા થઇને વગર સ્ક્રિનીંગે છુપી રીતે આવતા લોકો બાદ છે આજે 1274 ઉતારૂઓમાંથી 33 ઉતારૂઓ તાવ, શરદી, ઉધરસ અને શ્ર્વાસની બિમારીવાળા નીકળ્યા હતા ચાવંડ ચેકપોસ્ટ ઉપરાંત જિલ્લાના સામુહીક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા સુપરસ્પ્રેડર બની શકે તેવા લોકોના વિવિધ જગ્યાએ રેપીડ ટેસ્ટ શરૂ છે સોમ,મંગળવારે રેપીડ ટેસ્ટમાં 50 જેટલા દર્દીઓ પોઝિટિવ દેખાતા સારવાર શરૂ કરી અને સેમ્પલ ભાવનગર લેબમાં મોકલવા તજવીજ થઇ છે રેપીડ ટેસ્ટથી સમયસર સારવાર અને સાવચેતી બંને થતા હોય રેપીડ ટેસ્ટની સંખ્યા વધારવામાં આવે તે આવનારા સમયની માંગ છે.