અમરેલીમાં રેલ્વે અંડર બ્રીઝમાં પાણી ભરાતા પ્રશ્નનું નીરાકરણ લાવતા સાંસદશ્રી કાછડીયા

  • રેલ્વેનાં ઉચ્ચ અધિકારીઓ સાથે રજુઆત કરી તત્કાલ પ્રશ્ર્ન ઉકેલ્યો

અમરેલી,
અમરેલી શહેરમાં કેરીયા રોડ ઉપર આવેલ રેલ્વે ફાડક નીચે બનાવવામાં આવેલ અંડર બ્રીઝમાં દર ચોમાસાની ૠતુમાં પાણી ભરાવવા બાબતની સ્થાનિક રહીશો અને આગેવાનો તરફથી અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયાને તા. 25 ઓગષ્ટ, 2020 ના રોજ ડેલીફોનીક રજૂઆત કરતા સાંસદશ્રીએ તાત્કાાલીક જનરલ મેનેજર વેસ્ડનર્ન રેલ્વે, મુંબઇ, ડી.આર.એમ. વેસ્ડર્ન રેલ્વે, ભાવનગરપરા અને સ્થાનિક રેલ્વે અધિકારીઓને જરૂરી તાકીદ કરી પ્રશ્ર્નનું નીરાકરણ કરેલ હતું.
સ્થાનિક આગેવાનો અને લોકો દ્વારા સાંસદશ્રીને કરવામાં આવેલ રજૂઆત મુજબ સદરહુ ગરનાળા મારફતે દૈનિક 3 થી 4 હજાર લોકોની આવન જાવન હોઇ, આ ગરનાળામાં ચોમાસાની સીઝનમાં સતત પાણી ભરેલ રહેવાને લીધ્ો લોકોને ખુબ જ મુશ્કેેલીઓ પડી રહી છે.
જે અંગે સાંસદશ્રીએ તાત્કાલીક રેલ્વેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી પ્રશ્ર્નનું કાયમી નિરાકરણ લાવવા રજૂઆત કરેલ હતી. અને હાલ ભરાયેલ પાણીનો નિકાલ કરવામાં આવતા મેહુલભાઇ ધોરાજીયા મહામંત્રી અમરેલી જીલ્લા યુવા ભાજપ, સંજયભાઇ માલવીયા ઉપપ્રમુખ, અમરેલી શહેર ભાજપ, સંજયભાઇ રામાણી, વિરલભાઇ વીરપરા, કલ્પેશભાઇ વોરા, રાજનભાઇ રામાણી, સંજયભાઇ ભેસાણીયા, વિશાલભાઇ કાબરીયા અને ધર્મેશભાઇ શીંગાળાએ સ્થાનિક રહીશો વતી સાંસદશ્રીને રૂબરૂ મળી આભાર વ્યકત કરેલ છે.