અમરેલીમાં રોડ ઉપર વાહન રાખ્યું કે તરત જ ફોટા પડશે, મેમો આવશે

  • નેત્રમના કેમેરા ઉપરાંત પોલીસની કેમેરા સાથેની ટીમ સડક ઉપર અવ્યવસ્થિત રખાયેલ વાહનનો ફોટો પાડી જશે અને મેમો મોકલશે

અમરેલીમાં ટ્રાફીક પોલીસ દ્વારા નવતર પગલા શરૂ કરાયા છે પહેલા પોલીસ સીટી મારી વાહન વ્યવસ્થિત રખાવતા હતા પણ હવે લોકોએ જાતે શિસ્તના પાઠ ભણવા પડશે નહીતર પોલીસ પાઠ ભણાવશે અમરેલીમાં ટ્રાફીક સમસ્યા હલ કરવા નવતર પધ્ધતિ અપનાવાઇ છે અમરેલીમાં મુખ્ય રોડ ઉપર અડચણરૂપ વાહન જો તમે રાખ્યું હોય કે તરત જ તે વાહનના ફોટા પડશે અને સીધો ઘેર મેમો આવશે.
શહેરમાં લાગેલા પોલીસના નેત્રમના કેમેરા ઉપરાંત પોલીસની કેમેરા સાથેની ટીમ સડક ઉપર અવ્યવસ્થિત રખાયેલ વાહનનો ફોટો પાડી જશે અને મેમો મોકલશે તેવી પધ્ધતિ શરૂ થઇ ગઇ છે તમે રોડ ઉપર વાહન મુકી કોઇ ક્યા જોવે છે તેમ માનશો તો ભુલ કરશો ગમે ત્યારે તમને મેમો મળી શકે છે અને તે પણ તમારા ખોટા પાર્કિગના આધાર પુરાવા સાથે.