અમરેલી,
અમરેલી શહેરમાં ઉર્જાનગર વિસ્તારમાં રહેતા મિતરાજભાઈ રણજીતભાઈ જેબલિયા ઉ.વ.22 અમરેલી લાઠી રોડ ઉપર આવેલ મહીન્દ્ર સિદ્ધિ વિનાયક શોરૂમ માં વર્કર મેન તરીકે કામ કરતા હોય અને સવારે ગાડીને સાફ કરવા માટે પાણીની મોટર શરૂ કરતા નળી પકડવા જતા નળી માં શોર્ટ લાગ્યો હતો. જેથી તેમનું ઘટના સ્થળે ઉપર જ મોત નીપજ્યું હતું. આ બનાવથી આસપાસના વિસ્તારોમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી અને શોરૂમના માલિક સામે બેદરકારી રાખવા પાછળ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી હતી.