અમરેલીમાં લીલા શાકભાજીનાં ભાવો વધી જતા ગૃહીણીઓનું બજેટ ખોરવાઇ ગયું

અમરેલી,અમરેલી શાકભાજીના ભાવોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો અને ચોમાસાને કારણે લીલોતરી શાકભાજીની આવકમાં ઘટાડો થતા ભાવો વધતા ગૃહીણીઓનું બજેટ ખોરવાયું છે રીટેઇલમાં શાકભાજી 10 રૂપીયાથી 20 રૂપીયાનું 250 ગ્રામ વેંચાય છે. અત્યાર સુધી 20 ના કીલો મળતા ટમેટા 40 રૂપીયે કીલો પહોંચ્યા છે આ સિવાય રીંગણા, ફલાવર, શકરીયા, ગાજર, દુધી, કારેલા, કાંકડી, ગુવાર, લીલા વટાણા, લીલા ચોળા, તુરીયા સહિત લીલોતરી શાકભાજીમાં ભાવ વધારો થયો છે જ્યારે આદુ રીટેઇલમાં 60 થી 70 રૂપીયા કીલોનો ભાવ તેમજ કોથમીર 40 થી 60 ની કીલો સુકુ લસણ 50 થી 100 નું કીલો રીટેઇલમાં વેંચાય છે આમ પ્રજા ઉપર પેટ્રોલ ડીઝલનો ભાવ વધતા મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવેલ છે.