અમરેલીમાં લીવ ઇન રીલેશનશીપથી બે જિંદગીઓ બગાડનાર ઢાંઢાને દિકરીની ઉમરની સગીરાને પત્ની બનાવવી હતી

  • અમરેલીમાં બે બે પત્નીઓ ધરાવતો 36 વર્ષનો ઢાંઢો 14 વર્ષની સગીરાને લઇને ભાગ્યો હતો : પકડાઇ ગયો
  • અમરેલીના વિભાગીય પોલીસ અધિક્ષક શ્રી અભય સોનીના માર્ગદર્શનથી સીટીપીઆઇ શ્રી ચૌધરીની ટીમે ગણતરીના દિવસોમાં છેક પંચમહાલના હાલોલમાં જઇ લાલાને પકડી સગીરાને મુક્ત કરાવી 

અમરેલી,
ઓગસ્ટ મહિનામાં અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહી અને ડ્રાઇવીંગનુ કામ કરતો અને વગર લગ્ને લીવઇન રીલેશનશીપ મુજબ બે બે પત્નીઓ ધરાવતો 36 વર્ષનો ઢાંઢો પોતાની 10 વર્ષની પુત્રી હોવા છતા 14 વર્ષની સગીરાને ફોસલાવી ધમકાવી વશમાં કરી અને અમરેલીથી અપહરણ કરી જતા એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચના અને અમરેલીના વિભાગીય પોલીસ અધિક્ષકશ્રી અભય સોનીના માર્ગદર્શન હેઠળ અમરેલી શહેર પોલીસે આ શખ્સને પીછો કરી અને તેને પંચમહાલ જિલ્લામાંથી શોધી 14 વર્ષની સગીરાને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગયા ઓગસ્ટ મહિનાના અંતમાં શહેરના ભોજલપરા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતો લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ તે રવજી માવજી સોલંકીનો પુત્ર ઉ.વ.36 લીવ ઇન રીલેશનશીપથી એક યુવતી સાથે રહેતો હતો અને ત્યાર બાદ આ જ પ્રમાણે બીજી એક યુવતી સાથે રહેતો હતો આમ બે બે વખત પત્નીઓ કરનાર લાલાને એક 10 વર્ષની પુત્રી છાંયા પણ હતી આ લાલાએ 14 વર્ષની એક સગીરાને ફોસલાવી અને તેને ધમકીઓ આપી પોતાના દબાણ હેઠળ લાવી દીધી હતી અને તેણી પાસે તે ધાર્યા કૃત્યો કરાવતો હતો.
એક દિવસ આ સગીરાને ધમકી આપી અપહરણ કરી ભગાડી ગયો હતો આ બનાવ અંગે સીટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ-363, 366 તથા પોક્સો એક્ટ કલમ-18 મુજબ ગુનો દાખલ થયો હતો અને તેની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.ચૌધરી ચલાવી રહેલ હતા અને આરોપી તથા ભોગ બનનારની હકીકત લક્ષી બાતમી આધારે
અમરેલી સીટી પો.સ્ટે.ના હેઙ.કોન્સ બી.એમ.વાળા તથા હેઙ.કોન્સ કે.કે.બગડા તથા હેઙ.કોન્સ આર.કે.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ લાલજીભાઇ ખેરની ટીમ દ્વારા ચોક્કસ બાતમી અને ટેકનીકલ સોર્સ આધારે આ કામે નાસતો ફરતો આરોપી લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ સન/ઓ રવજીભાઇ માવજીભાઇ માલકીયા ઉ.વ.36 રહે.અમરેલી ભોજલપરા હરીધામ સોસાયટી વાળો પોતાની દિકરી છાયા ઉ.વ.10 નીને સાથે રાખી પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે હોવાની હકિકત મળી હતી.
આ હકીકતના આધારે હાલોલ એશીયન ગ્રીન સોસાયટી ખાતેથી આરોપી લાલજી ઉર્ફે લાલો ઉર્ફે બાદલ રવજીભાઇ માલકીયા ઉ.વ.36 ધધો.સીક્યુરીટી રહે.અમરેલી કેરીયા રોડ ભોજલપરા હાલ.રહે.હાલોલ એશીયન ગ્રીન સોસા. તા.હાલોલ જી.પંચમહાલ તથા તેની દિકરી ઉ.વ.10 તથા ભોગ બનનારને શોધી કાઢી રાઉન્ડ અપ કરી અમરેલી ખાતે લઇ આવી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
ગુમ અપહરણની ડ્રાઇવ દરમ્યાન આ કામગીરી અમરેલી સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.જે.ચૌધરી તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.