અમરેલીમાં લુંટનાં ગુન્હાનાં બે આરોપીઓને ઝડપી પાડતી એસઓજી

અમરેલી,એસ.ઓ.જી. અમરેલીના ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી કે.ડી.જાડેજા તથા પો.સબ ઈન્સ., મહેશ મોરી તથા એસ.ઓ.જી.ટીમ અમરેલી સીટી પો.સ્ટે.,માં દાખલ થયેલ ફ.ગુ.ર.નં.-11193003201077/2020, આઇ.પી.સી.કલમ-394, 114, 506(2) તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબનો લુંટનો ગુન્હો રજી. થયેલ હોય, અને આ કામે અજાણ્યા આરોપીઓ લુંટ મચાવી નાશી છુટેલ હતા જે ગુન્હા અનુસંઘાને ટેક્નીકલ સોર્સથી તથા ખાનગી બાતમીદારોથી માહિતી એકત્રીત કરી લુંટ કરનાર 1 ભાવેશભાઇ ભીખાભાઇ ગજેરા, ઉ.વ.-36, ઘંઘો-ગેરેજનો, રહે. પ્લોટ વિસ્તાર, બાંઘણીયા, તા.વડીયા, જી.અમરેલી. અને 2 સાગરભાઇ જયંતીભાઇ ચાવડા, ઉ.વ.-22, ઘંઘો-હીરાઘસવાનો, રહે.રામજીમંદિર વાળી શેરી, બાંભણીયા, તા.વડીયા, જી.અમરેલીને એસઓજીની ટીમે ગણત્રીની કલાકોમાં ઝડપી પાડેલ છે.