અમરેલીમાં લેડી ચોઇસ નામની દુકાનના માલિક સામે ગુનો દાખલ

અમરેલી,કલેકટર અમરેલીનાઓ દ્વારા કોરોનાવાયરસ ના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે પોલીસ અધીક્ષક નર્લિપ્ત રાય તેમજ નાયબ પોલીસ અધીક્ષક એમ.એસ.રાણાએ સદરહુ જાહેરનામાનો કડકપણે અમલ કરવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટેના પો.ઇન્સ વી.આર.ખેરની રાહબરી નીચે અમરેલી સીટી પો.સ્ટે ના હેડ કોન્સ નિલેષભાઇ વિ. લંગાળીયા તથા પો.કોન્સ. રોહિતભાઇ બી. દેગામાનાઓ અમરેલી સીટી પો.સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા અને પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી ટાવર રોડ પર આવેલ અમરેલી હરી રોડ ઉપર આવેલ લેડી ચોઇસ નામની દુકાનના માલીકે પોતાના ગ્રાહકોમાં સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવેલ ના હોય અને અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાનો ભંગ કરેલ હોય જે દુકાનના માલીકને પકડીને તેના વિરૂધ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં પકડાયેલ આરોપી હસનભાઇ સીદીકભાઇ ભીમાણી ઉ.વ.32 ધંધો-વેપાર રહે.અમરેલી ટાવર રોડ મીરની ગલીમાં વાળા સામે ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.