અમરેલીમાં લેન્ડગ્રેબીંગના કેસમાં પોલીસ દ્વારા તપાસનો સતત ધમધમાટ શરૂ થયો

અમરેલી,
અમરેલીના જેસીંગપરાની દુકાનના મામલે 21 દુકાનદારોની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી તે પૈકીના ઝડપાયેલા 14ને એક દિવસના રીમાંડ ઉપર લેવાયા હતા અને ધરપકડ કરાયેલ તમામ દુકાનદારોને રીમાંડ પુરા થતા જેલ હવાલે કરાયા હતા.
બીજી તરફ આ મામલે સતત અવનવી બાબતો અને ચર્ચાઓ બહાર આવી રહી છે અને અમરેલીનાં આ લેન્ડગ્રેબીંગના કેસમાં પોલીસ દ્વારા તપાસનો સતત ધમધમાટ શરૂ છે. ત્યારે અમરેલીના જેસીંગપરાની આ દુકાનોના મામલે અમરેલીથી વરિષ્ઠ આગેવાનોએ મુખ્યમંત્રીશ્રીને રૂબરુ રજુઆત કરી હોવાનું જાણવા મળેલ છે.
અમરેલીથી ડો. ભરતભાઇ કાનાબાર, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિક વેકરિયા, ધારાસભ્યશ્રી જેવી કાકડીયા, શ્રી જયેશ ટાંકએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રુબરુ રજુઆત કરી અને આ દુકાનદારોને ન્યાય મળે અને દુકાનો ન તોડી પાડવામાં આવે તથા આ નાના દુકાનદારો તરફ સરકાર સહાનુભુતીથી વિચારણા કરે તેવી રજુઆત કરવામાં આવી હતી.