અમરેલીમાં લોકપ્રશ્ર્નો જાણતા નાયબ દંડક શ્રી કૌશિક વેકરીયા

અમરેલી,
અમરેલીનાં ધારાસભ્ય અને રાજ્યનાં નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરીયા દિપાવલીનાં તહેવારો પુર્વે અમરેલી શહેરમાં પોલીસ તંત્ર તથા નગરપાલિકાનાં પદાધિકારીઓ સાથે રાજમાર્ગો ઉપર ફર્યા હતાં અને લોકો સાથે સંવાદ કરી અને લોકોનાં પ્રશ્ર્નો અને સ્થિતિ જાણી હતી.શ્રી કૌશિક વેકરીયા અમરેલીની મુખ્ય બજારોમાં નિકળ્યાં હતાં જ્યા વેપારીઓ તથા નાના મોટા લારી, ગલ્લાથી માંડી નાગરીકોને મળ્યાં હતાં અને તેમનાં ખબર અંતર જાણ્યાં હતાં. જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં સાથે રહેલ તંત્રનું ધ્યાન દોરી યોગ્ય કરવા સુચના પણ આપી હતી. અમરેલીનાં નાના બસસ્ટેન્ડ ચોકમાં તડકામાં ઉતારૂઓ ઉભા રહેતા હોય ત્યાંથી પસાર થતી વખતે શ્રી કૌશિક વેકરીયાએ જોઇ અને નગરપાલિકાને આ સ્થળે ઉતારૂઓ માટે સુવિધા ઉભી કરવા સુચના આપતા નગરપાલિકાએ ચાર મહિનામાં ઉતારૂઓ માટે સુવિધા ઉભી કરવા માટેની ખાતરી આપી હતી. આ ઉપરાંત અમરેલીનાં ટાવરને સુશોભીત કરી અને તેની ઘડીયાળ શરૂ કરવા પણ સુચના આપી હતી. શહેરમાં સ્વચ્છતા જળવાઇ રહે અને તહેવારો સૌ ઉમંગભેર ઉજવે તે બાબતને શ્રી વેકરીયાએ સુનિશ્ર્ચિત કરી હતી.અવધ ટાઇમ્સ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન શ્રી કૌશિક વેકરીયાએ અમરેલી જિલ્લાનાં નાગરીકોને તહેવારોની શુભેચ્છા પાઠવી પાઠવી હતી.શ્રી કૌશિક વેકરીયાની સાથે ડીવાયએસપીશ્રી જગદીશસિંહ ભંડારી, સીટીપીઆઇશ્રી ડી.કે.વાઘેલા, અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ શ્રી બિપીનભાઇ લીંબાણી, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી મેહુલભાઇ ધોરાજીયા, નગરપાલિકા કારોબારી ચેરમેન શ્રી મનીષ ધરજીયા, જિલ્લા પંચાયતનાં પુર્વ પ્રમુખ શ્રી ભુપતભાઇ વાળા, દબાણ હટાવો સમિતિનાં ચેરમેન શ્રી સન્ની ડાબસરા, શ્રી મૌલિક ઉપાધ્યાય, શ્રી વિરલ પરીખ સહિતનાં આગેવાનો જોડાયાં .